ગીર સોમનાથ ખરીફ પાકોનું ટેકાના ભાવે, વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે
ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ અને ડીજીટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહેલ છે . સેટેલાઇટ સ
ગીર સોમનાથ ખરીફ પાકોનું ટેકાના ભાવે, વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે


ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ અને ડીજીટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહેલ છે .

સેટેલાઇટ સર્વે /ડીજીટલ ક્રોપ સર્વે માં જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવો .

વધુમાં નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબર માટે ખેડુત જાતે સેલ્ફ સર્વે કરી શકશે તે માટે ખેડૂતો Playstore પરથી Digital Crop Survey-Gujarat એપ ડાઉનલોડ કરી ડીજિટલ ક્રોપ સર્વે જાતે કરી શકશે. જે માટે ખેડૂતોમાં પ્રચાર પ્રસાર સારુ રાજ્ય લેવલેથી તા.૧૭.૦૯.૨૦૨૫ ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ દરમિયાન ખેડૂતોને તાલીમ આપવામાં આવશે જેનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ-૪ પરથી પ્રસારીત થનાર છે. જે અંગેની સૌ ખેડૂતોએ નોંધ લેવા વિનંતી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande