ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથના દરેક તાલુકા તેમજ વડા મથક વેરાવળ સરસ્વતી સ્કૂલ ખાતે કેમમાં 138 બોટલ ઈન્ડિયન રેડ ક્રોસ ગીર સોમનાથને અર્પણ કરાવેલ તેમજ સમગ્ર જિલ્લામાંથી 602 બોટલ રેડ ક્રોસ ગીર સોમનાથ સહિત અન્ય બ્લડ બેન્ક ને અર્પણ કરેલ હતી આ અંગે માહિતી આપતા સંયુક્ત કર્મચારી મોરચાના જિલ્લા પ્રમુખ ભરતભાઈ વાળાએ જણાવેલ કે ગિનીસ વર્લ્ડ ઓફ બુક અને વર્લ્ડ રેકોર્ડ માં એક જ દિવસમાં સૌથી વધુ રક્તદાન કરવાનો રેકોર્ડ અમારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે અમોએ નોમિનેશન કરાવેલ હોય જેમાં અમોને સફળતા મેળવેલ હોય જેનો અમો કર્મચારીઓને આત્મસંતોષ અને આત્મ ગૌરવ સાથે ભારત એક ભારત નેક ના નારા સાથે સૌનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવી કામના સાથે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નીરોગી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય અને રાષ્ટ્રનું કલ્યાણ થાય તે અંગે વિવિધ વિભાગો ના તમામ સરકારી અર્ધસરકારી બિનસરકારી કર્મચારીઓ જોડાયેલા હોવાનું અનિષ રાચ્છ ની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ