દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે, ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો
સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ, સવારના 09:30 કલાકે ટી.એફ.સી કોર્ટયાર્ડ ખાતે કૃત્રિમ અંગ અર્પણ કેમ્પ અને દાંત તપાસ કેમ્પનું ઉદ્ઘાટન: કૃત્રિમ અંગો વિતરણ અભિયાન: શ્રી સોમનાથ ટ્રસ્ટે ભાવનગર,પોરબંદર,ગીર સોમનાથ,આણંદ,બોટાદ,અરવલ્લી,સાબરકાંઠા,જૂનાગઢ,ગાં
દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે, ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો


સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ, સવારના 09:30 કલાકે ટી.એફ.સી કોર્ટયાર્ડ ખાતે કૃત્રિમ અંગ અર્પણ કેમ્પ અને દાંત તપાસ કેમ્પનું ઉદ્ઘાટન:

કૃત્રિમ અંગો વિતરણ અભિયાન:

શ્રી સોમનાથ ટ્રસ્ટે ભાવનગર,પોરબંદર,ગીર સોમનાથ,આણંદ,બોટાદ,અરવલ્લી,સાબરકાંઠા,જૂનાગઢ,ગાંધીનગર,ખેડા,સુરેન્દ્રનગર,મોરબી,જામનગર, અમરેલીમાં કેમ્પ યોજ્યા છે તેમજ વધુમાં દાહોદ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ માં કેમ્પ યોજાય રહ્યા છે જેથી 1000 થી વધુ લાભાર્થીઓને આ પ્રકલ્પની સેવાઓનો લાભ મળ્યો છે. સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી દિવ્યાંગોની ચોક્કસ માપની અને જરૂરિયાત મુજબની માહિતી એકત્ર કરીને લાભાર્થીઓ માટે ખાસ ડિઝાઇન કરેલા કૃત્રિમ અંગો અર્પણ કરવામાં આવશે.

દંતચિકિત્સા કેમ્પ:

દર મહિને પહેલી તારીખે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય કેમ્પો યોજાય છે, જેમાં દર્દીઓના માપ લેવાયા હોય અને હવે 110 લાભાર્થીઓને સંપૂર્ણ મોઢાના દાંતોના સેટ બત્રીસી (ફુલ-માઉથ ડેન્ચર્સ) આપવામાં આવશે.

ટિબી દર્દીઓ માટે સહાય:

શ્રી સોમનાથ ટ્રસ્ટે 300 ટિબી દર્દીઓને નિયત સમયગાળા માટે પોષણ અન્ન પ્રદાન કરવા દત્તક લીધેલા છે. તેમને સહાય રૂપે રાશન કિટનું વિતરણ કરવામાં આવશે.

આંગણવાડીના બાળકોને સુપોષણ:

ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડીઓમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1 વર્ષ માટે પ્રારંભ કરાયેલ લાડુ પોષણ પ્રસાદ આંગણવાડી કર્મચારીઓને અર્પણ

સવારના 10:00 કલાકે:

ટ્રસ્ટની ગૌશાળામાં સિંદૂર અને અશોકના છોડનું વાવેતર

આ કાર્યક્રમ આપણા સશસ્ત્ર દળોની વીરતા અને દેશના ગૌરવની રક્ષા માટે માનનીય પ્રધાનમંત્રીએ દર્શાવેલી દ્રઢ નિર્ણયશક્તિ માટે સમર્પિત છે.

સવારના 10:30 કલાકે

શ્રી સોમનાથ મંદિરના સંકીર્તન ભવનમાં યશ,કીર્તિ અને ગૌરવના પ્રતીક સ્વરૂપ પાઘ પૂજન અને પાઘ યાત્રા, તેમજ આયુષ્ય મંત્રજાપ

સવારના 11:00 કલાકે

શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી, વસ્ત્રો અને ફળો અર્પણ કરાશે તથા મહાપૂજાનો સંકલ્પ લેવાશે.

સવારના 11:05 કલાકે

શ્રી સોમનાથ મંદિરમાં વર્ધાપન પૂજનનો શુભારંભ:

ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસની ઉજવણી માટે નિયત સંસ્કાર અને વૈદિક પ્રણાલીને પુનઃ જાગૃત કરવા માટે ટ્રસ્ટ દ્વારા દૈનિક રીતે પ્રારંભ કરાનાર પૂજાનો પ્રારંભ

સવારના 11:30 કલાકે

સોમનાથ મંદિરના સભા મંડપ ખાતે રાજ્યભરના તમામ વૈદિક પાઠશાળાઓના 4500 થી વધુ ઋષિકુમારોને વસ્ત્રપ્રસાદ વિતરણ માટે ઓનલાઈન કાર્યક્રમ

મધ્યાહ્ન 12:00 કલાકે

શ્રી સોમનાથ મહાદેવને વિશેષ મનોરથ રૂપે ૭૫ કિલોના લાડૂનો ભોગ અર્પણ

12:30

નિરાધાર નો આધાર આશ્રમના 100 જેટલા મનો દિવ્યાંગોને શ્રી સોમનાથ યાત્રાનો લાભ, વસ્ત્ર અર્પણ, અને ભોજન પ્રસાદ.

મધ્યાહ્ન 12:30 કલાકે

ટ્રસ્ટ તરફથી સાંપ્રત ટ્રસ્ટના આશ્રમ ખાતે ૩૩ દિવ્યાંગ બાળકો માટે પ્રસાદ રૂપે ભોજનનું વિતરણ.

મધ્યાહ્ન 01:00 કલાકે

ટ્રસ્ટની ગૌશાળામાં તથા દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ મળી 400 જેટલી ગાયોને લાડૂ વિતરણ.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande