જૂનાગઢ 17 સપ્ટેમ્બર (હિ.સ.)
જૂનાગઢ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.૧૭ સપ્ટેમ્બરના સવારે ૯ કલાક મેગા કેમ્પ યોજાશે. જેનો ઉદધાટન સમારોહ સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે યોજાશે.
તા.૧૭ સપ્ટેમ્બરના ના રોજ ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાનાર મેગા કેમ્પમાં સવારના ૯ વાગ્યાથી નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. જેમાં સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલના ઓર્થોપેડિક ડો. સંદીપ બાલર ,સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. ખુશ્બુ ચૌધરી, આસ્થા હોસ્પિટલ કેશોદના જનરલ સર્જન ડો. યોગેશ બારૈયા, સાંગાણી હોસ્પિટલ જૂનાગઢ એમડી મેડિસિન ડો.આકાશ અગ્રવાલ, ભરડા હોસ્પિટલ જૂનાગઢના પીડીયાટ્રીશીયન ડો.રજનીકાંત નિર્મલ, આયુષ હોસ્પિટલ જૂનાગઢના ગાયનેકોલોજીસ્ટ ડો. સંજય પરમાર, આયુષ હોસ્પિટલ જૂનાગઢ ના ઓર્થોપેડિક ડો. ધવલ બુટાણી, હિમાલયા કેન્સર હોસ્પિટલ જૂનાગઢ ના જનરલ સર્જન ડો. દીપક, કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના પીડીયાટ્રીશીયન ડો. વિશાખા ગરેજા, શોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્કીન ડરમેટોલોજીસ્ટ ડો. ગૌતમ વેકરીયા સેવા આપશે.
જ્યારે તા. ૨૩ સપ્ટેમ્બર થી તા.૩૦ સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢ જિલ્લાના પાંચ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બપોરના ૨ થી ૫ દરમિયાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં માળિયાહાટીના તાલુકા સીએચસી ખાતે હોમ સર્જીકલ હોસ્પિટલ ના ગાયનેકોલોજીસ્ટ ડો. વિકાસ ગોહેલ, પીડીયાટ્રીશીયન ડો. જીગ્નેશ ભરડા સેવા આપશે.
માંગરોળ સીએચસી ખાતે તા.૨૩ સપ્ટેમ્બર ના રોજ બપોરના ૨ થી ૫ દરમિયાન વિનાયક મલ્ટીકેર હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રિયલ શાંતિલાલ દોંગા સેવા આપશે. માણાવદર સીએચસી ખાતે તા.૨૫ સપ્ટેમ્બરના રોજ ટયુલીપ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. જયદીપ ભાટુ સેવા આપશે.
વંથલી સીએચસી ખાતે તા.૩૦ સપ્ટેમ્બર ના રોજ બપોરના ૨ થી ૫ વાગ્યા દરમિયાન કલરવ હોસ્પિટલના પીડીયાટ્રીશીયન ડો. કિશન પરસાણીયા, ગાયનેકોલોજીસ્ટ ડો. હર્ષા ગાધે સેવા આપશે. મેંદરડા સીએચસી ખાતે ફળદુ મેટરનીટી એન્ડ ગાયનેક હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.એસ. એન. ફળદુ સેવા આપશે.
ઉલ્લેખનીય છે કે આ મેગા કેમ્પમાં નાગરિકો વધુને વધુ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લે એ માટે જૂનાગઢ જિલ્લા પંચાયત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ