બંધારણ દિવસ એ, ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિકનું મૂલ્યાંકન કરવાની તક છે: સુશીલા કાર્કી
કાઠમંડુ,નવી દિલ્હી,19 સપ્ટેમ્બર (હિ.સ.) નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીએ કહ્યું છે કે,” જનતાને ગંભીરતાથી સાંભળવું અને તેમની લાગણીઓનો આદર કરવો, એ લોકશાહીનો આત્મા છે.” બંધારણ દિવસ નિમિત્તે ટુંડીખેલમાં આર્મી પેવેલિયન ખાતે
નેપાળ


કાઠમંડુ,નવી દિલ્હી,19 સપ્ટેમ્બર

(હિ.સ.) નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીએ કહ્યું છે કે,” જનતાને

ગંભીરતાથી સાંભળવું અને તેમની લાગણીઓનો આદર કરવો, એ લોકશાહીનો આત્મા છે.”

બંધારણ દિવસ નિમિત્તે ટુંડીખેલમાં આર્મી પેવેલિયન ખાતે

આયોજિત એક ખાસ કાર્યક્રમને સંબોધતા, વડાપ્રધાન કાર્કીએ ભાર મૂક્યો કે,” લોકશાહી વ્યવસ્થા એવી છે

જે તેના નાગરિકોનું સાંભળે છે.” તેમણે કહ્યું કે,” બંધારણ દિવસ એ ફેડરલ

ડેમોક્રેટિક રિપબ્લિકનું મૂલ્યાંકન કરવાની પણ તક છે.”

ભૂતકાળની સિદ્ધિઓ અને ખામીઓ પર ચિંતન કરતા, વડાપ્રધાને આગામી

દિવસોમાં સુધારાઓ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે એ પણ યાદ કર્યું

કે,” નેપાળનું બંધારણ, જે આ દિવસે 2015 માં બંધારણ સભા

દ્વારા પસાર અને અમલમાં મૂકવામાં આવ્યું હતું, તે નેપાળી લોકોના બલિદાન, સંઘર્ષો અને ચળવળોનું પરિણામ છે.”

તેમણે ભાર મૂક્યો કે, તેનું રક્ષણ અને સફળ અમલીકરણ એ બધા

નેપાળીઓની સહિયારી જવાબદારી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande