વોશિંગ્ટન (અમેરિકા), નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.)
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આરોપ લગાવ્યો કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ
અને તેમના સાથીઓ રાજકીય લાભ માટે રૂઢિચુસ્ત કાર્યકર્તા ચાર્લી કિર્કની હત્યાનો
ઉપયોગ કરીને વિભાજનને વેગ આપી રહ્યા છે. તેઓ કિર્કના વિચારો પર ચર્ચા થાય તેવું
ઇચ્છતા નથી. ઓબામાએ મંગળવારે, પેન્સિલવેનિયાના એરીમાં જેફરસન એજ્યુકેશનલ સોસાયટીના
17મા વાર્ષિક
ગ્લોબલ સમિટમાં આ ટિપ્પણી કરી હતી.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, “ઓબામાએ કહ્યું કે,
ટ્રમ્પ દ્વારા તેમના રાજકીય હરીફો પર તાજેતરના હુમલાઓ અને કિર્કની હત્યા બાદ તેમના
વિરોધીઓને દબાવવા માટે કડક કાર્યવાહીની ધમકીઓએ દેશમાં તણાવ વધાર્યો છે.” ઓબામાએ
કહ્યું, જ્યારે હું
વર્તમાન રાષ્ટ્રપતિ અને તેમના સાથીઓને પણ તેમના રાજકીય વિરોધીઓને 'કીડા' કહેતા સાંભળું
છું ત્યારે તે ચિંતાજનક છે. તે એક વ્યાપક સમસ્યા તરફ નિર્દેશ કરે છે.
ગયા અઠવાડિયે યુટામાં એક યુનિવર્સિટી કાર્યક્રમમાં કિર્કની
ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઓબામાએ કિર્કના મૃત્યુને ભયાનક અને
દુ:ખદ ગણાવ્યું હતું.” તેમણે કહ્યું કે,” અમેરિકનોને કિર્કના વિચારો પર
ચર્ચા કરવાનો અધિકાર હોવો જોઈએ. આપણે ડેમોક્રેટ્સ હોઈએ, રિપબ્લિકન હોઈએ
કે અપક્ષ, આપણે એ
સ્વીકારવું પડશે કે, બંને બાજુ એવા લોકો છે જે નિઃશંકપણે ઉગ્રવાદી છે અને જે એવી
વાતો કહે છે, જે મારા મતે અમેરિકાના મૂળ મૂલ્યોની વિરુદ્ધ છે. ઓબામાએ કહ્યું.
ઓબામાએ ટ્રમ્પ વહીવટ સામે લડવા માટે ડેમોક્રેટ્સના
પ્રયાસોની નોંધ લીધી. તેમણે ટેક્સાસમાં ડેમોક્રેટિક ધારાસભ્યોને પણ પ્રોત્સાહન
આપ્યું. તેમણે કેલિફોર્નિયાના રાજ્યના નકશા ફરીથી દોરવાના રિપબ્લિકન્સના પ્રયાસોનો
સામનો કરવા માટે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમના પ્રયાસોની પણ પ્રશંસા કરી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ