કેલિફોર્નિયા વિધાનસભાએ, દિવાળીને જાહેર રજા જાહેર કરવા માટે બિલ પસાર કર્યું
સેક્રામેન્ટો (કેલિફોર્નિયા), અમેરિકા, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ,) કેલિફોર્નિયા વિધાનસભાએ ગયા અઠવાડિયે બિલ 268 પસાર કર્યું, જેમાં દિવાળીને જાહેર રજા જાહેર કરવામાં આવી. રાજ્યપાલના હસ્તાક્ષરની સાથે જ દિવાળી રાજ્યની સત્તાવાર રજાઓની
દિવાળી


સેક્રામેન્ટો (કેલિફોર્નિયા), અમેરિકા, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ,)

કેલિફોર્નિયા વિધાનસભાએ ગયા અઠવાડિયે બિલ 268 પસાર કર્યું, જેમાં દિવાળીને જાહેર રજા જાહેર કરવામાં આવી. રાજ્યપાલના

હસ્તાક્ષરની સાથે જ દિવાળી રાજ્યની સત્તાવાર રજાઓની યાદીમાં ઉમેરવામાં આવશે. આનાથી

પેન્સિલવેનિયા અને કનેક્ટિકટ પછી કેલિફોર્નિયા દિવાળીને સત્તાવાર રજા જાહેર કરનાર

ત્રીજું રાજ્ય બની શકે છે.

લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ,”આ બિલ કોમ્યુનિટી

કોલેજો અને જાહેર શાળાઓને દિવાળી પર બંધ રહેવાનો અધિકાર આપશે. રાજ્યના કર્મચારીઓને

દિવાળી પર રજા લેવાનો વિકલ્પ આપવામાં આવશે. પ્રસ્તાવિત કાયદા હેઠળ, કેટલીક

કોમ્યુનિટી કોલેજો અને જાહેર શાળાઓના કર્મચારીઓને પેઇડ રજા આપવામાં આવશે.

કેલિફોર્નિયામાં હાલમાં 11 રાજ્ય રજાઓ છે, જેમાં માર્ટિન

લ્યુથર કિંગ જુનિયર ડે, સીઝર ચાવેઝ ડે, ​​લેબર ડે અને

વેટરન્સ ડેનો સમાવેશ થાય છે.”

ગવર્નર ગેવિન ન્યુસોમે 12 ઓક્ટોબર પહેલા, આ બિલ પર હસ્તાક્ષર કરીને કાયદામાં

રૂપાંતરિત થવું પડશે. બિલ રજૂ કરનારા એસેમ્બલી મેમ્બર એશ કાલરા (ડેમોક્રેટ-સાન

જોસ) એ જણાવ્યું હતું કે,

દિવાળીને સત્તાવાર રાજ્ય રજા જાહેર કરવાથી આ તહેવારના ધાર્મિક અને ઐતિહાસિક

મહત્વને માન્યતા મળશે જ, પરંતુ ભારતીય પ્રવાસીઓ

અને અન્ય દેશોના લોકોને વિશ્વના સૌથી જૂના ધાર્મિક તહેવારોમાંના એકમાં ભાગ લેવાની

વધુ તક પણ મળશે.

સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ અનુસાર, દિવાળી પાંચ દિવસ

માટે ઉજવવામાં આવે છે. ભારતમાં પરંપરાગત રીતે આ તહેવાર ઓક્ટોબર અથવા નવેમ્બરમાં

ઉજવવામાં આવે છે. વિદેશમાં રહેતા ભારતીયો પણ ખૂબ જ ઉત્સાહથી દિવાળી ઉજવે છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (એચએએફ) અનુસાર,”લોકો ઘરો, વ્યવસાયો, મંદિરો અને અન્ય

જાહેર સ્થળોએ દીવા પ્રગટાવીને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવે છે. પ્રકાશના

તહેવારમાં પરિવાર, મિત્રો અને અન્ય

સમુદાયના સભ્યો સાથે ભેગા થવાનો અને ભેટો અથવા મીઠાઈઓની આપ-લે કરવાનો પણ સમાવેશ

થાય છે. આ વર્ષે, દિવાળીની ઉજવણી 20 ઓક્ટોબરથી શરૂ

થશે.”

કેલિફોર્નિયામાં દેશમાં સૌથી વધુ દક્ષિણ એશિયાઈ વસ્તી છે.

લોસ એન્જલસમાં કોઈપણ મેટ્રોપોલિટન વિસ્તારની ચોથી સૌથી મોટી વસ્તી છે.

પેન્સિલવેનિયા 2024 માં દિવાળીને

સત્તાવાર રજા જાહેર કરનાર પ્રથમ યુએસ રાજ્ય બન્યું. આ વર્ષે, કનેક્ટિકટ તેની

સત્તાવાર રજાઓની યાદીમાં દિવાળીનો સમાવેશ કરનાર બીજું રાજ્ય બન્યું. ન્યુ જર્સી

શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને દિવાળી પર રજા આપી છે. ન્યુ યોર્ક શહેરમાં, જાહેર શાળાઓ

દિવાળી પર બંધ રહે છે. આ વ્યવસ્થા 2023 માં લાગુ કરવામાં આવી છે.

કેલિફોર્નિયામાં રહેતા ભારતીયો લાંબા સમયથી દિવાળી પર રજાની

માંગ કરી રહ્યા છે. આ બિલ પસાર થવાથી લોકો ખુશ છે. એક હિન્દુ નેતાએ આ સારા સમાચાર

શેર કરતા કહ્યું કે,” દિવાળી ટૂંક સમયમાં કેલિફોર્નિયામાં સત્તાવાર રજા બની શકે

છે. હવે, રાજ્યપાલની

મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આશા છે કે, આપણે ટૂંક સમયમાં આ સારા સમાચાર સાંભળીશું. હિન્દુ અમેરિકન

ફાઉન્ડેશન (એચએએફ) જેવા હિમાયતી

જૂથો અને અમારા જેવા અન્ય ધાર્મિક સંગઠનો છેલ્લા કેટલાક વર્ષોથી આને વાસ્તવિકતા

બનાવવા માટે કામ કરી રહ્યા છે. હિન્દુ સ્વયંસેવક સંઘ (એચએસએસ) અને તેની શાખાઓનો

ભાગ બનીને આપણે આપણા સમુદાય માટે શું અદ્ભુત કાર્ય કરી શકીએ છીએ તે સમજવાની આ એક

તક છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande