બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન, શેખ હસીના અને તેમના પરિવારના નવ સભ્યો ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી,18 સપ્ટેમ્બર (હિ.સ.) દેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમના પરિવારના નવ સભ્યો, આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી સંસદીય ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. બાંગ્લાદેશ ચૂંટણી પંચે તેમના રાષ્ટ્ર
ઢાકા


ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી,18 સપ્ટેમ્બર

(હિ.સ.) દેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમના પરિવારના નવ સભ્યો, આગામી

વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી સંસદીય ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. બાંગ્લાદેશ

ચૂંટણી પંચે તેમના રાષ્ટ્રીય ઓળખ કાર્ડ (એનઆઈડી) બ્લોક કરી દીધા છે.

તુર્કીના જાહેર પ્રસારણકર્તા ટીઆરટીવર્લ્ડના અહેવાલ

મુજબ,”કમિશનના એક

અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.” તેમણે કહ્યું કે, “ફેબ્રુઆરીમાં યોજાનારી

આગામી સંસદીય ચૂંટણીમાં મતદાન દેશની અંદર અને બહાર બંને જગ્યાએ થશે. પહેલી વાર, વિદેશમાં રહેતા

લોકો ઓનલાઈન નોંધણી કરાવશે અને પોસ્ટલ સેવા દ્વારા મતદાન કરશે.”

કમિશનના વરિષ્ઠ સચિવ અખ્તર અહેમદે સ્પષ્ટતા કરી હતી કે,” જો

વિદેશમાં રહેતા બાંગ્લાદેશીઓના એનઆઈડીબ્લોક કરવામાં આવ્યા હોય, તો તેઓ મતદાન કરી શકશે નહીં.” કમિશને એપ્રિલમાં

વચગાળાની સરકારના નિર્દેશ બાદ હસીના અને તેમના પરિવારના સભ્યોના એનઆઈડીબ્લોક કરી દીધા

હતા.

અહમદે કહ્યું કે,” વિદેશથી મતદાન કરવા માટે, એનઆઈડીનંબરનો ઉપયોગ

કરીને ઓનલાઈન નોંધણી જરૂરી રહેશે. આ હેતુ માટે પાસપોર્ટ પૂરતો નથી,તેના બદલે, એનઆઈડીફરજિયાત રહેશે.

ફક્ત એનઆઈડીસાથે નોંધાયેલા

લોકો જ મતદાન કરવા માટે પાત્ર રહેશે.”

તેમણે જણાવ્યું હતું કે,” હસીના અને તેમના પરિવારના સભ્યો

આગામી ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.” ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ, 2024 ના રોજ એક

લોકપ્રિય બળવામાં તેમની સરકારને હટાવવામાં આવી ત્યારથી હસીના ભારતમાં નિર્વાસિત

છે. તેમના પરિવારના સભ્યો યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટન સહિત અન્ય દેશોમાં પણ રહે

છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, બળવામાં 1,400 લોકો માર્યા ગયા હતા. હસીના બાંગ્લાદેશમાં સામૂહિક હત્યાના

આરોપો સહિત અનેક કેસોનો સામનો કરી રહી છે

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande