-ઇતિહાસમાં પ્રથમવાર આદિવાસી વ્યવસ્થાપક કમિટીના સભ્યો સમાજના લોકોના હક્કના ઓહિયા કરી ગયા
-દૂધ મંડળીના 2021 થી 2024 ના વર્ષના અન્વેષણ થતા ખોટા વ્યવહારો સામે આવ્યા
-આતો માત્ર બે વર્ષના ઓડિટમાં કરોડોનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે હજુ 2025 નું બાકી છે
-93 ની કલમમાં જવાબ આપી શક્યા નથી જેને લઈ 81 ની કલમમાં બરતરફ કરાયા-કસ્ટોડિયન કમિટીને ધાક ધમકીઓ અને બેસવા નહી દેવાની પેરવી
ભરૂચ 2 સપ્ટેમ્બર (હિ.સ.) ધી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડનું વર્ષ 2021 થી 2025 નું ઓડિટ વી.એન. માવાણી સ્પેશિયલ મિલ્ક ઓડિટર દ્વારા કરતા મંડળીના હોદ્દેદારો, કર્મચારીઓના દફતર, આધાર-પુરાવા, માહીતીઓ અને ખુલાસાઓની તપાસ કરતા વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ સહકારી કાયદા કાનુનનું ઉલંઘન કરી આશરે 3 કરોડથી પણ વધુના ખોટા વ્યવહારો મળતા તેમાં 93 ની નોટિસ આપી ખુલાસા માંગતા જવાબ આપવામાં ગેંગેફેંફે થઈ ગયું હતું ત્યારે આખરે ભરૂચ જિલ્લા રજીસ્ટ્રાર પરેશ બી કણકોટીયાએ દૂધ ડેરીના 17 ડિરેક્ટરોને 81 ની કલમ હેઠળ બરતરફ કરી 6 સભ્યોની કસ્ટોડિયન કમિટીમાં નિમણૂક કરતો હુકમ કરતા ચાર્જ લેવા જતા ડેરીની કચેરીને તાળા મારી અંદર પ્રવેશ કરતા અટકાવ્યા હતા.
ડેરીના મેનેજર ,પ્રમુખ , ઉપ-પ્રમુખ સહિત કમિટી સભ્યોએ 2022- 2023ના વર્ષમાં મંડળીમાં 1992 સભાસદ 12544 બિન સભાસદ દૂધ ઉત્પાદકો, 56 કર્મચારી અને 181 દૂધ સેન્ટર એજન્ટ મળીને કુલ 14773 વ્યક્તિ હતાં.આ સભાસદને ભેટ આપવા માટે 15 લાખ+92 હજાર+51 લાખ + 16 લાખ +29 મળી કુલ 1.96 કરોડનો ખર્ચ મંડળીના નફા-નુકશાન ખાતેથી કાચા નફામાંથી તેમજ મંડળીના સભાસદ ઉન્નતિ ફંડ માંથી કરેલ છે.આટલી મોટી રકમનો ખર્ચ કરતાં પહેલા મંડળીના હોદ્દેદારોએ કોઈ ટેન્ડરીંગની પ્રકીયા કરેલ નહી.
જેમાં વધારાની ખુરશીના 6369 અને ડિનર સેટના 55.65 લાખ કુલ વધારાની સભાસદ ભેટની ખરીદી કરેલ હતી .વધારાની ભેટ જેતે વેપારી પેઢીને પરત કરવાના બદલે મંડળીના હોદ્દેદારો તથા મેનેજરે મનસ્વી રીતે વિતરણ વેચાણ કરી મંડળીને આર્થિક નુકશાન પહોંચાડેલ છે. જેમાં ઘણાબધા વ્યક્તિના અવસાન થયેલ છે અને બીજે વસવાટ કરે છે તેમજ કેટલાય નથી લઈ ગયા.
2023- 2024ના વર્ષમાં મંડળીમાં 1992 સભાસદ 13132 બિન સભાસદ દૂધ ઉત્પાદકો 56 કર્મચારી અને 182 દૂધ સેન્ટર એજન્ટ મળીને કુલ 15362 વ્યક્તિ હતા.જેમણે 4200 ROMANCE 3+3 PCS SET ડબલ બેડ ચાદર, ઓશિકા- 3 ઓશિકાના કવર 3 જેના જીએસટી સહિત 43.87 લાખ અને બિન સભાસદો દૂધ ઉત્પાદકો માટે 19850 નંગ MINK DB 2.5 KG PCS ડબલ બેડ બ્લેન્કેટ જીએસટી સાથે 1.83 કરોડ જેના વાહન ભાડાના 6.22 લાખ મળી 2023-2024ના વર્ષમાં સભાસદોને ભેટ આપવા માટે 43.87 લાખ +1.83 કરોડ + 8.83 લાખ + 6.22 લાખ મળી કુલ 2.42 કરોડ નો ખર્ચ મંડળીના નફા-નુકશાન ખાતેથી તેમજ મંડળીના સભાસદ ઉન્નતિ ફંડ માંથી કરેલ છે.જેમાં કુલ રકમ 53.05 લાખની વધારાની સભાસદ ભેટની ખરીદી કરેલ છે.
મંડળીએ 2023- 2024ના વર્ષમાં ખુબ જ મોટા પ્રમાણમાં ફક્ત ત્રણ ભાવના આધારે મંડળી સાથે વર્ષોથી સંકળાયેલી વેપારી પેઢી પાસેથી રૂપિયા 2.36 કરોડના સભાસદો અને બિન સભાસદ (દૂધ ઉત્પાદકો, કર્મચારીઓ, દૂધ સેન્ટર એજન્ટો માટે સભાસદ ભેટ વારાહી ઈન્ડસ્ટ્રીઝ નામની વેપારી પેઢી પાસેથી હરીયાણા રાજ્યના પાણીપતની આનંદ ઈન્ટરનેશનલ નામની વેપારી પેઢી પાસેથી ખરીદી કરેલ છે. આ માલ પાણીપતથી મંડળી સુધી લાવવા માટે મંડળીએ 13.30 લાખ વાહન ભાડુ 35 હજારના 38 રોકડ વાઉચરથી વારાહી ઈન્ડસ્ટ્રીઝને અને 42 હજારનું ઓનલાઈન NEFT /RTGS ના માધ્યમથી આનંદ ઈન્ટરનેશનલ પાણીપત હરીયાણાને ચુકવેલ છે.
વર્ષે દરમ્યાન મંડળીનાં કમિટી સભ્યોમાંથી ઘણા કમિટી સભ્યો ઉત્તર ભારતનાં પ્રવાસે ગયા હતા. આ પ્રવાસનું ભાડુ રૂપિયા 3.50 લાખ અને પ્રવાસનો ખર્ચ 4.10 લાખનો ખર્ચ કરી ટેમ્પા ભાડા ખાતામાં 13.30 લાખનો ખોટો ખર્ચ ઉધારેલ છે.આમ મંડળીના વ્યવસ્થાપક સમિતિ સભ્યો, મેનેજર અને વારાહી ઈન્ડસ્ટ્રીઝના માલિકએ એકબીજાના મેળાપીપણામાં સભાસદ ભેટ લાવવાના ભાડા તરીકે ખોટા ચુકવણા વાઉચર ઉભા કરી મંડળીના હિસાબી ચોપડે ઉધારી મંડળીમાંથી 7.60 લાખનો ખર્ચ કરી મંડળીને આર્થિક નુકશાન પહોંચાડેલ છે.
મંડળીમાં અધિનિયમની કલમ 81 અને નિયમ 37 (ક) ની જોગવાઇઓ અન્વયે મંડળીમા વહીવટદારની નિમણુંક કરવી જરૂરી બનતા તેનો હુકમ પી. બી. કણકોટીયા જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચ દ્વારા ધી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ચાસવડના વ્યવસ્થાપક કમિટી સભ્યોને કલમ - 81 હેઠળ બરતરફ કરી મંડળીમાં વહીવટદાર તરીકે શરતોને આધિન હુકમની તારીખથી ૬ (છ) માસ સુધી નિમણૂંક કરતો હુકમ કર્યો હતો.
હાલ કુલ છ સભાસદને કસ્ટોડિયન કમિટીના સભ્યો જેમાં હિમાંશુ ભક્ત, મુકેશ પટેલ,અશોકકુમાર ઠુંમર, મહેન્દ્ર વસાવા,પીન્ટુ વસાવા અને મનસુખ વસાવાની નિમણૂક કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ