પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના માધવપુર ગામની ખારસ સીમમાં જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે માધવપુર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા વિજય રામ ઘરસડા, રામદે રાજશી વારા, નારણ પરબત વાઢીયા, દુષ્યંત વશરામ ભુવા,પ્રભુદાસ કરશન ભુવા, કિરણ ધના વાંજા અને રમેશ સરમણભાઈ ભુવાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.20,440નો મુદામાલ કબ્જે કરી તેમની સામે માધવપુર પોલીસ સ્ટેશનમા જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya