મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.)
આજ રોજ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મહેસાણા શહેરના 667માં સ્થાપના દિવસ નિમિતે વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, સ્વયંસેવક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સાયકલ રેલીનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ સ્વસ્થ જીવનશૈલી માટે લોકોમાં સાયકલ ચલાવવાની ટેવ વિકસાવવા હતો. રેલી દરમિયાન સ્વચ્છ શહેર – સ્વસ્થ નાગરિક જેવા સૂત્રો સાથે લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો.
રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને લોકોમાં પર્યાવરણ સંરક્ષણ તથા ટ્રાફિક જાગૃતિનો સંદેશ પોહચાવ્યો હતો. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, આવી પ્રવૃત્તિઓ દ્વારા શહેરના ઇતિહાસને યાદ કરવામાં આવે છે અને સાથે સાથે નવી પેઢીને શહેર પ્રત્યે ગૌરવનો અનુભવ થાય છે.
મહેસાણા શહેરના 667મા સ્થાપના દિવસને અનુલક્ષીને યોજાયેલી આ સાયકલ રેલીમાં લોકોએ વધેલા ઉત્સાહ સાથે ભાગ લઈને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR