મહેસાણા Gujarat, 2 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહીત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વિકાસનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલવાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસહવે ગામડાંથી લઈને તાલુકા અને જિલ્લા સ્તરે યોજાઈ રહી છે.
આ કોન્ફરન્સિસનો હેતુ માત્ર શહેરોમાં જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉદ્યોગ, ખેતી, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા ક્ષેત્રોમાં નવી તકો ઉભી કરવાનું છે. સ્થાનિક યુવાનો, ખેડૂતો, ઉદ્યોગકારો અને મહિલાઓને સીધો લાભ મળે તે માટે સરકાર વિકાસ યોજનાઓ, રોકાણના અવસરો અને નવી ટેકનોલોજીનો પરિચય આ મંચ પર કરાવી રહી છે.
ઉત્તર ગુજરાતનો સમૃદ્ધ કૃષિ આધાર, પશુપાલન, હેન્ડલૂમ-હેન્ડીક્રાફ્ટ અને નાના ઉદ્યોગો હવે રાષ્ટ્રીય તથા વૈશ્વિક સ્તરે આગળ વધી શકે તેવા માર્ગો ખૂલી રહ્યા છે.
તેથી આ કોન્ફરન્સિસમાં ભાગ લઈ ને નવી તકોથી જોડાવું એ ઉત્તર ગુજરાતના નાગરિકો માટે સોનેરી તક સમાન છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR