પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)ભાણવડ તાલુકા ના શિવા ગામના સગર્ભા ને પ્રસુતિ પિડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ માં કોલ કર્યો હતો આ કોલ ખાગેશ્રી 108 ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ને મળતા ત્યાં ના કર્મચારી ઇએમટી મિહિરગીરી ગોસ્વામી અને પાયલોટ સરમણભાઈ તરત જ પ્રાથમિક સુચના આપી સવારે દસ વાગ્યે ઘટના તરફ રવાના થયા હતા.
સ્થળ પર થી દર્દી ને લઈ સરકારી હોસ્પિટલ લઈ જવા રવાના થયા 10 કિમી આગળ જતા સગર્ભા ની સ્થિતી ગંભીર માલુમ પડતા ડિલીવરી એમ્બ્યુલન્સ માં જ કરાવવી પડે તેમ હતી,ઓન ડ્યુટી સ્ટાફ મિહિરગીરી ગોસ્વામી એ પાયલોટ સરમણ ભાઈ ને એમ્બ્યુલન્સ સાઈડ માં પાર્ક કરવા કહ્યું, એમ્બ્યુલન્સ માં હાજર ડિલીવરી ના સાધનો તથા ડિલીવરી કિટ નો ઉપયોગ કરી સાવચેતી થી તથા સફળતા પુર્વક ડિલીવરી કરાવી ૨ માનવ જીવન બચાવ્યા હતા,ત્યાર બાદ અમદાવાદ 108 ના ઇ.આર.સી.પી. ફિઝિશિયન ડોક્ટર જે ડી પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી જરૂરી બધી સારવાર આપી દર્દી ને ભાણવડ ની સરકારી હોસ્પિટલ લઈ જવા માં આવ્યા હતા,આવા કટોકટી ના સમય ઝડપી સારવાર મળી રહી તે માટે દર્દી ના સગા સંબંધીઓ એ 108 ના સ્ટાફ અને 108 નો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ એમ્બ્યુલન્સ દ્વારા કટોકટી ના સમયે જરા પણ સમય બગાડ્યા વગર ડિલીવરી કરાવતા માતા અને બાળક બંને ના અમુલ્ય જીવ બચાવ્યા, ખાગેશ્રી 108 ટિમ ને પ્રોગ્રામ મેનેજર આકાશ અને પોરબંદર જિલ્લાના એક્ઝિકયુટિવ જયેશિંગરી મેઘનાથી દ્વારા ટીમ ની ઉત્તમ કામગીરી બદલ બિરદાવવા માં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya