વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત આજે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) આજે કલેકટર કચેરી ખાતે બેઠ યોજાઈ જેમાં એ.ટી.વી.ટી., ધારાસભ્ય ફંડ, 15 ટકા વિવેકાધીન ફંડ, રાષ્ટ્રીય પર્વ તેમજ સંસદસભ્ય યોજનાની વર્ષ 2023-24 થી 2025-26 દરમ્યાન મંજુર કરાયેલા વિવિધ વિકાસ કામોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી
વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત આજે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.


મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.)

આજે કલેકટર કચેરી ખાતે બેઠ યોજાઈ જેમાં એ.ટી.વી.ટી., ધારાસભ્ય ફંડ, 15 ટકા વિવેકાધીન ફંડ, રાષ્ટ્રીય પર્વ તેમજ સંસદસભ્ય યોજનાની વર્ષ 2023-24 થી 2025-26 દરમ્યાન મંજુર કરાયેલા વિવિધ વિકાસ કામોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં જિલ્લા સ્તરના અધિકારીઓએ પોતપોતાના વિભાગ મુજબ કરવામાં આવેલા કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં કેટલાંક પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થયા હોવાની માહિતી સામે આવી, જ્યારે બાકી રહેલા કાર્યોને ઝડપી ગતિ આપવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી.

અધિકારીઓએ જણાવ્યું કે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક ક્ષેત્રમાં સંતુલિત વિકાસ લાવવાનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આધારભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકાયો હતો.

બેઠક દરમિયાન ધારાસભ્ય ફંડ તથા સંસદસભ્ય યોજનાના અંતર્ગત ચાલી રહેલા વિકાસ કામોની વિગતોની સમીક્ષા કરી તંત્રને સમયમર્યાદા અંદર પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.

આ બેઠક દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે જિલ્લા વિકાસ યોજનાઓ માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિક મેદાન પર ઝડપી અને અસરકારક રીતે અમલમાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande