જામનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલમાં પટેલ સમાજની બાજુમાં આવેલી કામધેનુ એગ્રો સેન્ટર નામની જંતુનાશક દવા તથા બિયારણની વેચાણની દુકાનમાં ગઈકાલે અમદાવાદની એક કંપનીના પ્રતિનિધિ નિતીનકુમાર ભીખાભાઈ પટેલે ધ્રોલ પોલીસને સાથે રાખીને ચેકિંગ કરાવ્યું હતું.
જે ચેકિંગ દરમિયાન બીએએસએફ પ્રીઓક્સર નામની બિયારણની દવાની બોટલ કે જેમાં ડુપ્લીકેટ પ્રવાહી ભરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી કંપનીના પ્રતિનિએ આ દવા ડુપ્લીકેટ હોવાનું જણાવતાં પોલીસ દ્વારા દુકાનમાંથી રૂપિયા 7,600 ની કિંમતની બે બોટલ કબ્જે કરી લીધી છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપી છે.
ઉપરાંત કંપનીના પ્રતિનિધિની ફરિયાદના આધારે ધ્રોળના વેપારી હસમુખભાઈ મગનલાલ પનારા સામે કોપીરાઈટ એક્ટ કલમ 63 તથા બી.એન.એસ. કલમ 347-1 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt