પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેર ભાજપ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી અને પૂર્વ કેબિનેટમંત્રી બાબૂભાઈ બોખીરિયા, પોરબંદર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, મહામંત્રી નિલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા (મુન્નાભાઈ), ઈનચાર્જ સુરેશભાઈ સીકોતરાની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ ન. 8 માં કાર્યકર્તા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાલિકાના પૂર્વ સભ્યો મનીષભાઈ શિયાળ, રાજેશભાઈ લોઢારી, ગંગાબેન કાણકિયા, દક્ષાબેન ભદ્રેચા તેમજ વરિષ્ઠ આગેવાનો ભરતભાઈ મોદી, વિરેન્દ્રભાઈ શિયાળ,અશોકભાઈ ચામડીયા, પ્રજ્ઞાબેન ચૌહાણ, નાનજી કાણકીયા, હંસાબેન તુંબડીયા સહિત સક્રિય સભ્યો, શક્તિ કેન્દ્ર સંયોજક, ભદ્રેચા,ભારતીબેન બુથ પ્રમુખ, વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya