કલેક્ટરએ વિજાપુર તાલુકાના જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી
મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) આજ રોજ મહેસાણા જિલ્લાના કલેક્ટરએ વિજાપુર તાલુકાના જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ અવસરે કલેક્ટરશ્રીએ કેન્દ્રમાં હાજર રહેલા અરજદારો સાથે સીધો સંવાદ કર્યો અને તેઓને મળતી સેવાઓ અંગે સંતોષ વિષે માહિતી મેળવી. અરજદારો દ્વ
કલેક્ટરએ વિજાપુર તાલુકાના જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી


મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.)

આજ રોજ મહેસાણા જિલ્લાના કલેક્ટરએ વિજાપુર તાલુકાના જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ અવસરે કલેક્ટરશ્રીએ કેન્દ્રમાં હાજર રહેલા અરજદારો સાથે સીધો સંવાદ કર્યો અને તેઓને મળતી સેવાઓ અંગે સંતોષ વિષે માહિતી મેળવી. અરજદારો દ્વારા આપવામાં આવતા પ્રતિભાવના આધારે સેવા પ્રદાનની પ્રક્રિયાને વધુ સુગમ અને અસરકારક બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું.

કલેક્ટરશ્રીએ જનસેવા કેન્દ્ર ખાતે ચાલી રહેલી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી. ખાસ કરીને અરજીઓની સ્વીકૃતિ, પ્રક્રિયા અને સમયસર નિકાલ બાબતે વિગતવાર પૂછપરછ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જનસેવા કેન્દ્રોનો હેતુ નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી લોકોને કચેરીઓના ચક્કર ન મારવા પડે.

અધિકારીઓને સૂચના આપવામાં આવી કે અરજદારોને આવશ્યક માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી. સાથે સાથે સેવાઓમાં પારદર્શિતા જાળવવા તેમજ ઝડપી સેવા આપવા ખાસ ધ્યાન આપવાનું જણાવ્યું.

આ મુલાકાતથી સ્પષ્ટ સંદેશ ગયો કે જિલ્લા પ્રશાસન લોકો સુધી અસરકારક રીતે સેવા પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. વિજાપુર તાલુકાના નાગરિકોએ કલેક્ટરની મુલાકાતને સ્વાગત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande