સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-ચોરીની રિક્ષામાં મુસાફરોને બેસાડ્યા બાદ ચપ્પુની અણીએ લૂંટી લેતી ગેંગને ક્રાઈમ બ્રાંચ પોલીસે ઉન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં છે. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય કુખ્યાત આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ ચોરીની રિક્ષામાં મોડી રાત્રે મુસાફરોને બેસાડ્યા બાદ તેમની પાસેથી રોકડ - મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટતાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા સહિત કુલ્લે 2.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એક પખવાડિયા પૂર્વે પાંડેસરા વિસ્તારમાં ભેદવાડ દરગાહની પાછળ મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ પાસે પેસેન્જર તરીકે બેઠાં બાદ મનીન્દર સિંગ હરનામ સિંગ ટાંક (રહે. પ્રભુનગર ઝુંપડપટ્ટી, ઉધના, મુળ વતન - અકોલા, મહારાષ્ટ્ર) (2) જશપાલ સિંગ ઉર્ફે પાપા (રહે. જય જલારામ ઝુંપડપટ્ટી, ઉન પાટીયા, ભેસ્તાન) અને (3) નિર્મલ સિંગ ઉર્ફે અય્યા સિંગ મંગલિસંહ ભાદા (રહે. પ્રભુ નગર, ઉધના બીઆરસી)એ રિક્ષા ચાલકને ચપ્પુ કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી 1800 રૂપિયા રોકડ સહિત 2.36 લાખ રૂપિયાની રિક્ષા લુંટી કરી નાસી છૂટ્યા હતા. ઘટના અંગે રિક્ષા ચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતાં પોલીસ દ્વારા લુંટારૂઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ રિક્ષાની લૂંટ કર્યા બાદ આ ગેંગ રાત્રિનાં સમયે પેસેન્જરોને બેસાડ્યા બાદ તેમને અવાવરૂ જગ્યાએ લઈ જઈને ચપ્પુની અણીએ તેઓને લુંટ કરતા હતા. ક્રાઈમ બ્રાંચ પોલીસે આ ત્રણેય આરોપીઓને ઉન - સચીન રોડ પર શાલીમાર સોસાયટી પાસેથી રિક્ષામાં પસાર થતાં ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરતાં મનીન્દર સિંગ વિરૂદ્ધ અલથાણ પોલીસ મથકમાં જ્યારે જશપાલ સિંગ વિરૂદ્ધ અલથાણ અને વેસુ પોલીસ મથકમાં જ્યારે નિર્મલ સકિંગ વિરૂદ્ધ ચોક બજાર અને ઉધના પોલીસ મથકમાં અલગ - અલગ ફરિયાદો દાખલ થયેલ છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે