ગીર સોમનાથ કોડીનારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત સમીક્ષા ટીમે વિવિધ પંડાલોની મુલાકાત લીધી વિવિધ થીમ પર તૈયાર કરાયેલા ગણેશ પંડાલ બન્યાં આકર્ષણનું કેન્દ્ર
ગીર સોમનાથ, 2 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ''શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫''નું આયોજન કરાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ‘ઓપરેશન સિંદૂર’ સહિતની થીમ પર વિવિધ ગણેશ પંડાલ તૈયાર
કોડીનારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત સમીક્ષા ટીમે


ગીર સોમનાથ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫'નું આયોજન કરાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ‘ઓપરેશન સિંદૂર’ સહિતની થીમ પર વિવિધ ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યાં છે. કોડીનારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત સમીક્ષા ટીમે વિવિધ પંડાલોની મુલાકાત લીધી હતી.

ગણેશ મહોત્સવ અંતર્ગત સમીક્ષા ટીમે કોડીનારના વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લઈ અને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી, મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ, 'ઓપરેશન સિંદૂર' અને સ્વદેશી વસ્તુઓની થીમ, પંડાલનું સ્થળ (ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય), સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી, પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિ પંડાલનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લામાં બે પ્રાંત અધિકારીઓના અધ્યક્ષ પદ હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે. તે વિવિધ રીતે તૈયાર કરાયેલ પંડાલોને ધ્યાનમાં લઈને આ પંડાલોનુ મૂલ્યાંકનના આધારે તેને ઈનામ આપવામાં આવશે.

ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને અનુક્રમે રૂ. ૫,૦૦,૦૦૦, રૂ.૩,૦૦,૦૦૦ અને રૂ.૧,૫૦,૦૦૦ ની રકમથી પુરસ્કૃત કરવામાં આવશે. તે જ રીતે ચાર મહાનગરો સિવાયના ૨૯ જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને અનુક્રમે રૂ. ૫,૦૦,૦૦૦, રૂ.૩,૦૦,૦૦૦ અને રૂ.૧,૫૦,૦૦૦ ની રકમથી પુરસ્કૃત કરવામાં આવશે. આ ઉપરાંત, પાંચ વિજેતા પંડાલોને રૂ.૧,૦૦,૦૦૦ નો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande