શ્રી રામદેવજી મહારાજની ડીજેના તાલ સાથે, શોભાયાત્રા કાઢવા માં આવી હતી
ગીર સોમનાથ, 2 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ વેરાવળ ખાતે તારીખ ૨/૯/૨૦૨૫ ના રોજ વેરાવળ સમસ્ત ખરવા સમાજ પટેલ જીતુ કુહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા વર્ષોની પરંપરાગત ભાદરવા સુદ દસમના દિવસે વેરાવળ ખારવાવાડ માં આવેલ કામનાથ મહાદેવના મંદિરે બ્રાહ્મણો દવાર
રામદેવજી મહારાજની ડીજેના તાલ સાથે શોભાયાત્રા


ગીર સોમનાથ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)

આજરોજ વેરાવળ ખાતે તારીખ ૨/૯/૨૦૨૫ ના રોજ વેરાવળ સમસ્ત ખરવા સમાજ પટેલ જીતુ કુહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા વર્ષોની પરંપરાગત ભાદરવા સુદ દસમના દિવસે વેરાવળ ખારવાવાડ માં આવેલ કામનાથ મહાદેવના મંદિરે બ્રાહ્મણો દવારા પુજા અર્ચના કરાવી રામદેવજી મહારાજના ઘોડાની વિધિ કરીને ખારવા વાડ વિસ્તારમાં શ્રી રામદેવજી મહારાજની ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવા માં આવી હતી હતી આ શોભાયાત્રા નું તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડા તેમજ તમામ સમાજના આગેવાનોનું ઠેર ઠેર ફૂલ હાર તથા ઠંડા પીણા થી સ્વાગત કરવામાં આવ્યું હતું,

આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા, અધ્યક્ષ કિશોર કુહાડા, જાલેશ્વર રામદેવજી મહારાજના મહંત ગોપાલગીરી બાપુ, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, પટેલ ગોપાલભાઈ ફોફંડી, મંત્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ સંયુક્ત માછીમાર બોટ એસોસિએશનના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટિયા, તેમજ વેરાવળ સીટી પોલીસ અધિકારી સ્ટાફ તથા કુહાડા પરિવારના ભાઈઓ બહેનો તેમજ ખારવા સમાજના તમામ આગેવાનો તથા બેઠકના પટેલ ઓ તેમજ બોહરી સંખ્યામાં ખારવા સમાજને ભાઈ બહેનો ઉપસ્થિત રહી અને આ શોભાયાત્રા ધામધૂમથી પટેલ જીતુ કુહાડા ના નિવાસ્થાને પૂર્ણ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande