સંખારી ગામના આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં આધારભૂત સુવિધાઓનો અભાવ, હડતાલ અને તપાસના આદેશ
પાટણ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાના સંખારી ગામના આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓના અભાવને લઈને વિવાદ ઊભો થયો છે. સંખારી પગાર કેન્દ્ર શાળાના એક કાર્યક્રમ દરમિયાન એક કર્મચારી પડી જતાં માથામાં ઈજા થઈ હતી, ત્યારે આરોગ્ય કેન્દ્રમાં સ
સંખારી ગામના આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં આધારભૂત સુવિધાઓનો અભાવ, હડતાલ અને તપાસના આદેશ


પાટણ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાના સંખારી ગામના આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓના અભાવને લઈને વિવાદ ઊભો થયો છે. સંખારી પગાર કેન્દ્ર શાળાના એક કાર્યક્રમ દરમિયાન એક કર્મચારી પડી જતાં માથામાં ઈજા થઈ હતી, ત્યારે આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય બેન્ડેજ પણ ઉપલબ્ધ ન હોવાનું ખુલ્યું છે. સ્થાનિક કર્મચારીઓના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી આવી સ્થિતિ યથાવત્ છે.

આ ઘટનાને પગલે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સોહન પટેલે આરોગ્ય વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને હડતાલનું એલાન આપ્યું છે. તેમણે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ મુદ્દો સ્થાનિકસ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

જિલ્લા આરોગ્ય અધિકારીએ સમગ્ર ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આરોગ્ય તંત્રના સૂત્રો મુજબ પીએચસીમાં બેન્ડેજ સહિતના સામાનનો પુરવઠો નહિ હોવાથી સબ સેન્ટરોમાં પણ ઉપલબ્ધ નથી. હવે અન્ય સબ સેન્ટરોમાં પણ આવી જ સ્થિતિ છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande