જામનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત યોજાઇ બેઠક
જામનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કરે અન્ય અધિકારીઓ સાથે સુજલામ સુફલામ જળઅભિયાનના વિભાગવાર
બેઠક


જામનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કરે અન્ય અધિકારીઓ સાથે સુજલામ સુફલામ જળઅભિયાનના વિભાગવાર પૂર્ણ થયેલા કામો અંગે સમીક્ષા કરી હતી.

સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં લોકભાગીદારીના કુલ સાત કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેના બીલો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયાના કામો પૂર્ણ થયા છે તેના ચુકવણાને મંજૂરી આપવામાં આવી હતી. આ કામોમાં જામનગર તાલુકાનું ૧, ધ્રોલ તાલુકાના ૨, લાલપુર તાલુકાના ૨, જામજોધપુર તાલુકાના ૨ કામોનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીઓ તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande