પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમા છેલ્લા કેટલાક દિવસોથી પેરેડાઈઝ સિનેમા ઘરના ફાયર એનઓસીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અંતે મનપા કમિશ્નરે સ્વીકાર્યુ કે આ એનઓસી અમાર રેકર્ડ પર નથી મતલક કે આ ફાયર એનઓસી બોગસ છે
પોરબંદરના પેરેડાઈઝ વિસ્તારમાં હાલ નવુ સિનેમા ઘર બની રહ્યું છે પરંતુ નવા બનતા આ સિનેમા ઘરની શરૂઆત પુર્વે બોગસ ફાયર એનઓસીનો વિવાદ સામે આવ્યો છે થોડા દિવસો પહેલા મનપાના કમિશ્નરને પોરબંદર પત્રકારોને આપેલા ઇન્ટરવ્યુમા જણાવ્યુ કે ફાયર એનઓસીની ફાઈલમાં અમે શોધી રહ્યા છે તેવા જવાબો ગોળ ગોળ આપ્યા હતા મીડીયામા સતત અહેવાલો પ્રસારિત થતાં અંતે કમિશ્નરે તપાસ શરૂ કરીને આજે તારીખ 2 સપ્ટેમ્બર રોજ આપેલા ઇન્ટરવ્યુ કહ્યું કે, પેરડાઈઝ સિનેમા ઘરની ફાયર એનઓસી અમારા રેકર્ડ પર નથી અને જેની સહી છે તે ફાયર વિભાગ કર્મચારી રાજીવ ગોહેલની છે જેથી તેને નોટીસ આપવામાં આવી છે તેમના દ્વારા બે અલગ અલગ ખુલાસા આપેલા છે અને તેને સોકોર્સ નોટીસ પણ આપવામાં આવી છે.
*ફાયર એનઓસીમા મારી સહી નથી : રાજીવ ગોહેલ*
બોગસ ફાયર એનઓસીમાં જેની સહી છે તે કર્મચારી રાજીવ ગોહેલને પોરબંદરના પત્રકારોએ પ્રશ્નો કરતા તેમણે અમે કહ્યું હતુ | કે, પ્રથમ પુછ્યુ ત્યારે માનસિક ટેન્શનના લીધે સ્વીકાયુ સહી અમારી છે પરંતુ મનપા દ્વારા મને સો કોર્સ નોટીસ આપવામાં આવી ત્યારે સ્પષ્ટ જવાબ લખ્યો છે બોગસ ફાયર એનઓસીમાં મારી સહી નથી અને ફાયર વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ એનઓસી આપવામાં આવી નથી આ પ્રકાર ફાઇલ હોય તો અમારા રેકર્ડ પર હોય જે નથી આ બાબતે કશુ જાણતા નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya