Abvp દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) અભાવિપ પ્રદેશ સહ મંત્રી શિવરાજસિંહ જાડેજા દ્વારા આજે મહેસાણા ખાતે પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે તાજેતરમાં યોજાયેલી પ્રદેશ કારોબારી બેઠકમાં પારિત થયેલા મહત્વપૂર્ણ પ્રસ્તાવોની વિગતવાર માહિતી
Abvp દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ


મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.)

અભાવિપ પ્રદેશ સહ મંત્રી શિવરાજસિંહ જાડેજા દ્વારા આજે મહેસાણા ખાતે પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે તાજેતરમાં યોજાયેલી પ્રદેશ કારોબારી બેઠકમાં પારિત થયેલા મહત્વપૂર્ણ પ્રસ્તાવોની વિગતવાર માહિતી આપી હતી.

શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે અભાવિપ હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા તથા શિક્ષણ ક્ષેત્રમાં સુધારાઓ લાવવા માટે કાર્યરત રહ્યું છે. પ્રદેશ કારોબારી બેઠકમાં શિક્ષણની ગુણવત્તા, રોજગારનાં અવસર અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા છે.

તે ઉપરાંત તેમણે ABVP Your Campus અભિયાન અંગે પણ માહિતી આપી. આ અભિયાનનો મુખ્ય હેતુ કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક સાધી તેમના પ્રશ્નો સાંભળવાનો છે. અભિયાન દ્વારા વિદ્યાર્થીઓને સંગઠિત કરવા, રાષ્ટ્રીય ચેતના વિકસાવવા અને શિક્ષણ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

પત્રકાર વાર્તા દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે અભાવિપનું કાર્ય માત્ર વિદ્યાર્થી હિત સુધી સીમિત નથી, પરંતુ સામાજિક તથા રાષ્ટ્રીય હિત માટે પણ યુવાનોને પ્રેરિત કરવાનું છે. આ અભિયાન મહેસાણા સહિત સમગ્ર પ્રદેશમાં સફળતા પૂર્વક યોજાશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande