પોરબંદરમાં 76મો જિલ્લા કક્ષાનો, વન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો.
પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન એક પેડ માં કે નામ પહેલ હેઠળ મહાવિદ્યાલય પરિસરમાં વૃક્ષારોપણ કરીન
પોરબંદરમાં 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો.


પોરબંદરમાં 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો.


પોરબંદરમાં 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો.


પોરબંદરમાં 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો.


પોરબંદરમાં 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો.


પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન એક પેડ માં કે નામ પહેલ હેઠળ મહાવિદ્યાલય પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષા અને હરિયાળું ગુજરાત રચવાના સંકલ્પ સાથે સૌને પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવાયું હતું કે, માનવ જીવનમાં વૃક્ષનો અગત્યનો ફાળો છે. આ માટે ઔદ્યોગીકરણ અને વિકાસની સાથે સાથે પર્યાવરણ સંતુલન કરવું પણ એટલું જ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પર્યાવરણના જતન માટે નિર્ણયો અને જોગવાયો પણ કરવામાં આવી હતી, જેના પરિણામો આજે વૃક્ષોનું પ્રમાણ વધતું આપણે જોઈ રહ્યા છીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધરતીએ માનવ શરીર સમાન છે. ઋતુ પ્રમાણે માનવ શરીર માટે ચામડી જે કાર્ય કરે છે તે જ કામ ધરતી માટે વૃક્ષ કરે છે. આથી જ ગ્લોબલ વોર્મિંગ જવા પડકારોને રોકવા અને પર્યાવરણ સંતુલિત રાખવા માટે વૃક્ષનું જતન અત્યંત જરૂરી છે.

પર્યાવરણ જતનની જવાબદારી એ માત્ર વન વિભાગની કે સરકારની નથી પરંતુ એ આપણા સૌની જવાબદારી છે. તેમજ પોરબંદરના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા કરવામાં આવેલ 10000 વૃક્ષનો સંકલ્પ જે તેમણે સાકાર કર્યો છે તે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્ય વન સંરક્ષક એસ મનિશ્વર રાજા દ્વારા જણાવાયું હતું કે, ભારતીય વન નીતિ મુજબ 33% વન આવરણ હોવું જોઈએ જે માત્ર વન વિભાગ એકલું કામ કરે તો શક્ય નથી. આના માટે જનભાગીદારી જરૂરી છે. વડાપ્રધાનના એક પેડ માં કે નામ ના સંકલ્પ સાથે જોડાઈને જનભાગીદારી સાથે પ્રકૃતિ પ્રેમીઓ વનવિસ્તાર વધારવા તેમજ રાષ્ટ્રને હરિયાળું બનાવવા સતત પ્રયત્નશીલ છે. આ પહેલને આગળ ધપાવતા આપડે હવે બાળકના નામે પાંચ વૃક્ષનો આપડે સંકલ્પ કરવો જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોરબંદરમાં બરડા ડુંગરમાં એશિયાઈ સિંહોનું પુનઃ નિવાસ થયું છે, સાથે જ બરડામાં ચિતલ, દીપડા, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓ પણ નિવાસ કરે છે. જિલ્લામાં ગોસાબારા અને મોકરસાગર જેવા વેટલેન્ડ પણ આવેલ છે કે જ્યાં દેશી અને વિદેશી પક્ષીઓ પણ આવે છે આ આપણા સૌ માટે ગર્વની વાત છે. અને લોકોના સહિયારા પ્રયાસોથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાં અપીલ કરી હતી.

અંતે તેમણે વનવિભાગ દ્વારા વનક્ષેત્ર વધારવા માટે થતા પ્રયત્નોની ઝાંખી આપી હતી અને લોકોને સંકલ્પ લેવા માટે કહ્યું હતું કે, આપણે આપણી આગામી પેઢીને હરિયાળું રાષ્ટ્ર આપવાનું છે જે માટે સોશિયલ મીડિયામાં એવરનેસની સાથોસાથ ગ્રાઉન્ડ પર પણ કામ કરવું પડશે જે આપણા સૌથી જવાબદારી છે.

કાર્યક્રમની શરૂઆત મજીઠીયા હાઈસ્કૂલની બાળાઓ દ્વારા તૈયાર કરાયેલ ભલે પધાર્યા સ્વાગત ગીતની પ્રસ્તુતિ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રજવલન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ એક નવીનતમ પહેલ તરીકે તુલસીના રોપા દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પોરબંદરના પ્રકૃતિ પ્રેમીઓ કે જેમણે પ્રકૃતિના જતન માટે વિશેષ કામગીરી કરી છે તેવા અણિયારી ગામના સરપંચ ડાયાભાઈ હુણ,પ્રકૃતિ યુદ્ધ સોસાયટીના ડૉ. સિધ્ધાર્થ ગોકાણી, વનરક્ષક પી આઈ ગોસાઈ, ડી બી ઓડેદરા, એમ પી જીવાણી, શ્રમયોગી પાલાભાઈ રાડા, ખેડૂત આશિષભાઈ પરમારને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રોપા વિતરણ અને વૃક્ષરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં

શાબ્દિક સ્વાગત પ્રવચન પોરબંદર એસીએફ આર . ડી પાઠકે કર્યુ હતું અને આભારવિધિ આરએફઓ બી જે ડોડીયાએ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવી રાધાક્રિષ્ના, મામલતદાર સુમરાભાઈ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા,રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન બાપોદરા,કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ભરતભાઈ પરમાર,સરકારી વિનયન કોલેજ રાણાવાવના આચાર્ય આર. બી. જોશી,અગ્રણી સર્વ ગોપાલભાઈ કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande