યુએઈના કેપ્ટન મુહમ્મદ વસીમે, રોહિત શર્માનો છગ્ગાનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી, ૦2 સપ્ટેમ્બર (હિ.સ.) સોમવારે શારજાહમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચમાં યુએઈના કેપ્ટન મુહમ્મદ વસીમે, અફઘાનિસ્તાન સામે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. વસીમે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા
રેકોર્ડ


નવી દિલ્હી, ૦2 સપ્ટેમ્બર

(હિ.સ.) સોમવારે શારજાહમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચમાં યુએઈના કેપ્ટન

મુહમ્મદ વસીમે, અફઘાનિસ્તાન સામે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. વસીમે ટી-20 આંતરરાષ્ટ્રીય

ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ભારતીય કેપ્ટન રોહિત શર્માનો

રેકોર્ડ તોડ્યો.

યુએઈ ના ઇનિંગના ત્રીજા ઓવરમાં, વસીમે

અફઘાનિસ્તાનના સ્પિનર ​​મુજીબ-ઉર-રહેમાનને સતત બે છગ્ગા ફટકારીને આ સિદ્ધિ હાંસલ

કરી.

વસીમે મેચમાં 37 બોલમાં, 67 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 6 છગ્ગા ફટકાર્યા, પરંતુ તે પોતાની

ટીમને જીત અપાવી શક્યો નહીં. UAE ની ટીમ 188 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, 8 વિકેટે માત્ર 150 રન જ બનાવી શકી.

મુહમ્મદ વસીમે હવે કેપ્ટન તરીકે ટી-20 આંતરરાષ્ટ્રીય

મેચોમાં 110 છગ્ગા ફટકાર્યા

છે.

અગાઉ આ રેકોર્ડ ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે હતો.જેમણે કેપ્ટન

તરીકે 35 મેચમાં 105 છગ્ગા ફટકાર્યા

હતા. હવે વસીમ 11૦ છગ્ગા સાથે ટોચ પર પહોંચી ગયો છે.

ટી-2૦ આંતરરાષ્ટ્રીયમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા:

11૦ – મુહમ્મદ વસીમ (યુએઈ)

1૦5 – રોહિત શર્મા (ભારત)

86 – ઇયોન મોર્ગન (ઇંગ્લેન્ડ)

82 – આરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)

79 – કાદોવાકી ફ્લેમિંગ (જાપાન)

69 – જોસ બટલર (ઇંગ્લેન્ડ)

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande