એશિયા કપ પહેલા, સતત ત્રીજી ટી-20 શ્રેણી જીતવાથી લિટન દાસ ઉત્સાહિત
ઢાકા,નવી દિલ્હી,4 સપ્ટેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશ ટી-20 ટીમના કેપ્ટન લિટન કુમાર દાસે કહ્યું છે કે,” તેમની ટીમ આગામી એશિયા કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવા જઈ રહી છે.” બાંગ્લાદેશે તાજેતર
મેચ


ઢાકા,નવી દિલ્હી,4 સપ્ટેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશ ટી-20 ટીમના કેપ્ટન

લિટન કુમાર દાસે કહ્યું છે કે,” તેમની ટીમ આગામી એશિયા કપ માટે સંપૂર્ણપણે તૈયાર

છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવા જઈ

રહી છે.”

બાંગ્લાદેશે તાજેતરમાં ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં

નેધરલેન્ડ્સને 2-0 થી હરાવ્યું

હતું. ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ બાંગ્લાદેશની સતત ત્રીજી ટી-20 શ્રેણી જીત છે.

આ પહેલા, તેઓએ શ્રીલંકા

અને પાકિસ્તાનને હરાવ્યું હતું.

લિટને, ટીમની સફળતાનો શ્રેય પ્રી-સિરીઝ કેમ્પને આપ્યો હતો.

ટીમે પહેલા ઢાકામાં, ફિટનેસ કેમ્પનું આયોજન કર્યું હતું અને પછી સિલહટમાં એક

કૌશલ્ય કેમ્પનું આયોજન કર્યું હતું.જ્યાં ખેલાડીઓએ

વધુ સારી પીચો પર પ્રેક્ટિસ કરી હતી.

લિટને કહ્યું, મને લાગે છે કે, અમે એશિયા કપ માટે સારી રીતે

તૈયાર છીએ. અમે જે કેમ્પ કર્યો હતો તે ફક્ત આ શ્રેણી માટે નહોતો, પરંતુ એશિયા કપને

ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. મેં આટલો સારો કેમ્પ પહેલા ક્યારેય જોયો

નથી.

તેમણે વધુમાં કહ્યું, ફિટનેસ મીરપુરમાં મેળવી શકાઈ હોત, પરંતુ જે

પ્રકારની પ્રેક્ટિસની જરૂર હતી, તે ફક્ત સિલહટમાં જ શક્ય બની હતી. એકંદરે, આ પ્રવાસ અમારા

માટે ખૂબ જ ફાયદાકારક રહ્યો. લિટને એમ પણ કહ્યું કે,” આ સમયગાળા દરમિયાન

ખેલાડીઓને આપવામાં આવેલ મેચનો સમય મહત્વપૂર્ણ હતો. જેને રમવાની તક મળી, તેણે સારું

પ્રદર્શન કર્યું. ફક્ત સૈફુદ્દીન જ કંઈ ખાસ કરી શક્યો નહીં. બાકીના લોકોએ ઓછામાં

ઓછી એક મેચમાં યોગદાન આપ્યું. પ્રેક્ટિસ મહત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી પણ

વધુ મહત્વનું મેચમાં પ્રદર્શન કરવાનું છે. મેચ રમવાથી જ રમતનો અનુભવ અને સમજ વધે

છે.

તેમણે સ્વીકાર્યું કે, બધા બેટ્સમેનોને તકો મળતી નથી, પરંતુ તેને

સકારાત્મક સંકેત ગણાવ્યો. તે સારું છે કે, અમારા ટોપ ઓર્ડરે એટલું સારું

પ્રદર્શન કર્યું કે મિડલ ઓર્ડરને તક મળી નહીં. એશિયા કપમાં એવો દિવસ આવશે જ્યારે

દરેકને બેટિંગ કરવી પડશે,

પરંતુ હાલમાં આ

અમારા માટે સકારાત્મક સંકેત છે.

બાંગ્લાદેશ 11 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande