હિસોર (તજિકિસ્તાન), નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર (હિ.સ.): અફઘાનિસ્તાન સામેનો અંતિમ ગ્રુપ-બી મુકાબલો ગોલરહિત ડ્રો રમ્યા બાદ ભારતે સી.એ.એફ.એ. નેશન્સ કપ 2025ના ત્રીજા સ્થાનના પ્લે-ઓફમાં જગ્યા બનાવી લીધી. આ મુકાબલો તાજિકિસ્તાનના હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમમાં રમાયો હતો.
ભારતને પોતાના ભવિષ્યનો નિર્ણય જાણવા માટે દિવસના બીજા મુકાબલાનો ઈંતજાર કરવો પડ્યો, જ્યાં ઈરાન અને તાજિકિસ્તાન 2-2થી બરાબરી પર રહ્યા. આ પરિણામથી ભારતનો માર્ગ સ્પષ્ટ થયો.
ખાલિદ જમિલની ટીમ ગ્રુપમાં ચાર અંકો (એક જીત, એક હાર અને એક ડ્રો) સાથે બીજા સ્થાને રહી, જ્યારે ઈરાને સાત અંકો સાથે ટોચનું સ્થાન મેળવ્યું. યજમાન તાજિકિસ્તાન પણ ચાર અંક પર રહ્યું, પરંતુ ભારતે તેને પ્રથમ મુકાબલામાં 2-1થી હરાવ્યો હતો, જેના કારણે હેડ-ટુ-હેડ રેકોર્ડ ઉત્તમ હોવાને કારણે ભારત આગળ નીકળી ગયું. અફઘાનિસ્તાન એક અંક સાથે બહાર થઈ ગયું.
હવે ભારત 8 સપ્ટેમ્બરે હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમમાં ત્રીજા સ્થાન માટેનો મુકાબલો રમશે.
ભારતનો સામનો ગ્રુપ-એમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે। હાલ ઓમાન અને ઉઝબેકિસ્તાન ચાર-ચાર અંકો સાથે ટોચના બે સ્થાનો પર છે. બંનેનો ગોલ અંતર (+1) અને બે મુકાબલામાં ત્રણ-ત્રણ ગોલ સમાન છે.
ગ્રુપ-એમાં તુર્કમેનિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિક એક-એક અંક સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. ગ્રુપ-એના અંતિમ દિવસે (5 સપ્ટેમ્બર) તાશકંદમાં ઓમાનનો મુકાબલો તુર્કમેનિસ્તાન સાથે અને ઉઝબેકિસ્તાનનો મુકાબલો કિર્ગિઝ રિપબ્લિક સાથે થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ