કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જામનગર જિલ્લા જેલ ખાતે નવનિર્મિત 58 સ્ટાફ ક્વાર્ટર્સનું ઇ-લોકાર્પણ કરાયું
જામનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતને ડાયલ-112 ઈમરજન્સી સેવા અને અદ્યતન પોલીસ માળખાની ભેટ આપવામાં આવી હતી. અમિતભાઈ શાહે સમગ્ર રાજ્ય માટે ડાયલ-112 ઈન્ટિગ્રેટેડ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (
લોકાર્પણ


જામનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતને ડાયલ-112 ઈમરજન્સી સેવા અને અદ્યતન પોલીસ માળખાની ભેટ આપવામાં આવી હતી. અમિતભાઈ શાહે સમગ્ર રાજ્ય માટે ડાયલ-112 ઈન્ટિગ્રેટેડ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નું લોકાર્પણ કરતા હવે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન અને બાળ હેલ્પલાઈન જેવી તમામ તાત્કાલિક સેવાઓ એક જ યુનિફાઈડ નંબર 112 પર ઉપલબ્ધ થશે.

આ લોકાર્પણ સાથે, તેમણે 500 જનરક્ષક વાહનો પણ રાજ્યને અર્પણ કર્યા. આ સેવામાં એક અત્યાધુનિક સેન્ટ્રલાઈઝ્ડ કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં 150 તાલીમબદ્ધ કર્મચારીઓ 24 કલાક કાર્યરત રહેશે. આ સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે ઇમરજન્સી કોલ આવતાં જ ઘટના સ્થળે સૌથી નજીકનું જનરક્ષક વાહન તરત જ પહોંચી જશે.

રાજ્યના કાયદો-વ્યવસ્થા તંત્રને વધુ મજબૂતી આપવા માટે અમિતભાઈ શાહે મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 534 નવા પોલીસ વાહનોનું પણ લોકાર્પણ કર્યું. આ વાહનો પોલીસની કાર્યક્ષમતા, ગતિશીલતા અને લોકો સુધી પહોંચવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.

આ ઉપરાંત, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ. દ્વારા રૂ. 217 કરોડના ખર્ચે રાજ્યભરમાં બાંધવામાં આવેલા વિવિધ રહેણાંક અને બિન-રહેણાંક પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં જામનગર જિલ્લા જેલ ખાતે બાંધવામાં આવેલા નવા સ્ટાફ ક્વાર્ટર્સ બ્લોક B-48, C-06 અને D-04 નું પણ આ કાર્યક્રમમાં લોકાર્પણ થયું.

આ પ્રસંગે જામનગર જિલ્લા જેલના અધિક્ષક નાસીરૂદ્દીન લોહારે સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ નવા પ્રોજેક્ટ્સથી પોલીસ અને જેલ સ્ટાફનું મનોબળ અને આત્મવિશ્વાસ વધશે. જામનગર જિલ્લા જેલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, જામનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જેલર બલભદ્રસિંહ રાયજાદા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓનું સંબોધન જેલ સ્ટાફ અને તેમના પરિવારો સુધી સીધું પ્રસારિત થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande