જામનગરના ખેડૂત યુવાન પર શેઢા બાબતેની તકરારમાં પિતરાઈ ભાઈ અને તેના પિતા દ્વારા હૂમલો
જામનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ડાડુભાઈ સોમાભાઈ પૂછડીયા નામના આહીર ખેડૂત યુવાન પર તેના જ કુટુંબીઓ એવા મયુરભાઈ બાબુભાઈ પૂછડિયા અને બાબુભાઈ સોમાભાઈ પૂછડિયા નામના પિતા પુત્રએ લ
હુમલો


જામનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ડાડુભાઈ સોમાભાઈ પૂછડીયા નામના આહીર ખેડૂત યુવાન પર તેના જ કુટુંબીઓ એવા મયુરભાઈ બાબુભાઈ પૂછડિયા અને બાબુભાઈ સોમાભાઈ પૂછડિયા નામના પિતા પુત્રએ લાકડી વડે માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે ઈજાગ્રસ્ત ખેડૂતને લોહી નીતરતી હાલતના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ખેડૂતના પુત્ર રશમિત ડાડુભાઈ પૂછડિયા એ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી પિતા પુત્ર સામે ગુન્હો નોંધ્યો છે.

ફરિયાદીના પરિવાર અને આરોપીના પરિવારની બાજુ બાજુમાં વાડી આવેલી છે, તેના સેઢાની તકરાર થવાના મામલે આ હુમલો કરી દેવાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે આરોપીઓને પોલીસ શોધી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande