મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીમાં સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી
અમરેલી, 21 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં આજે સહકારી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક દિવસ નોંધાયો હતો. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા તેમજ “સહકારથી સમૃદ્ધિ – સહકાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીમાં સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી


અમરેલી, 21 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં આજે સહકારી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક દિવસ નોંધાયો હતો. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા તેમજ “સહકારથી સમૃદ્ધિ – સહકાર પરિસંવાદ” કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ અવસરે સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સહકારી ચળવળમાં દેશને માર્ગદર્શન આપતું રાજ્ય છે. સહકારી સંસ્થાઓએ ખેડૂતો, ગરીબો અને મધ્યમવર્ગના લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સહકાર માત્ર આર્થિક મજબૂતી જ નહીં પરંતુ સામાજિક એકતા અને સમૃદ્ધિનું પણ પ્રતિક છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા કરાયેલા વિકાસકાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સહકારના માધ્યમથી આગામી સમયમાં ખેડૂતોને વધુ નફાકારક ભાવ, શ્રેષ્ઠ માર્કેટિંગ સુવિધાઓ અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે.

સહકારના આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં સહકાર ક્ષેત્ર પ્રત્યે નવી ઉર્જા અને વિશ્વાસનો સંદેશ પ્રસરી ગયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande