અમરેલી જિલ્લામાં સહકારની ભવ્ય પરંપરા: મુખ્ય સંસ્થાઓની સંયુક્ત ૭૩મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
અમરેલી, 21 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સહકાર ક્ષેત્રમાં આજે ઐતિહાસિક ક્ષણ નોંધાઈ હતી. જિલ્લામાં સહકારી ચળવળને મજબૂતી આપતી મુખ્ય સંસ્થાઓ — ધી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, અમર ડેરી, અમરેલી જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ તેમજ તાલુકા-ગ
અમરેલી જિલ્લામાં સહકારની ભવ્ય પરંપરા: મુખ્ય સંસ્થાઓની સંયુક્ત ૭૩મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ


અમરેલી, 21 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સહકાર ક્ષેત્રમાં આજે ઐતિહાસિક ક્ષણ નોંધાઈ હતી. જિલ્લામાં સહકારી ચળવળને મજબૂતી આપતી મુખ્ય સંસ્થાઓ — ધી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, અમર ડેરી, અમરેલી જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ તેમજ તાલુકા-ગ્રામ સ્તરની વિવિધ સેવા સહકારી મંડળીઓ અને શરાફી મંડળીઓ સાથે મળીને અમરેલી જિલ્લા સહકારી સંઘની ૭૩મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ હતી.

આ અવસરે સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂતો અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન વાર્ષિક હિસાબોની રજૂઆત કરવામાં આવી હતી અને સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યો તથા ભવિષ્યના આયોજન અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.

મંચ પરથી આગેવાનો દ્વારા જણાવાયું હતું કે અમરેલી જિલ્લામાં સહકારની જડ લોકોના વિશ્વાસ અને એકતામાં છે. અમર ડેરી દ્વારા દુગ્ધ ઉત્પાદનમાં ખેડૂતોને સશક્ત બનાવવાની દિશામાં અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે, જ્યારે સહકારી બેંક ખેડૂતોને નાણાંકીય સહાય પહોંચાડવામાં અગ્રેસર રહી છે. ખરીદ-વેચાણ સંઘ દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ અને જરૂરી કૃષિ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

સભામાં સહકારને આધુનિક ટેકનોલોજી સાથે વધુ મજબૂત બનાવવા, ખેડૂતોને સીધી બજારો સાથે જોડવા, તથા પારદર્શિતા વધારવા માટેના નિણયો લેવાયા હતા. આગેવાનો એ પણ જણાવ્યું કે સહકારી ચળવળ માત્ર આર્થિક વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાજિક એકતા અને ગામડાઓની પ્રગતિ માટે અનિવાર્ય છે.

આ ૭૩મી વાર્ષિક સાધારણ સભા સહકાર ક્ષેત્રમાં નવી દિશા દર્શાવતી સાબિત થઈ હતી, જેમાં સહકારી ચળવળ પ્રત્યે નવી આશા, ઉમંગ અને ઉત્સાહ પ્રસરી ગયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande