મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં, ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ સંપન્ન
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલા એ સરકાર આશ્રિત નહિ પરંતુ સરકાર પુરસ્કૃત હોય એવી વિકસાવેલી પરંપરાને પગલે રાજ્ય સરકાર ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓનું આ ગૌરવ સન્માન કરી
અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલા એ સરકાર આશ્રિત નહિ પરંતુ સરકાર પુરસ્કૃત હોય એવી વિકસાવેલી પરંપરાને પગલે રાજ્ય સરકાર ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓનું આ ગૌરવ સન્માન કરીને ટેલેન્ટને પણ પ્રોત્સાહિત કરે છે.

રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા આ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વિવિધ કેટેગરીના ૪૩ જેટલા એવોર્ડ્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય અમિત ઠાકર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ અને શહેર પ્રમુખ પ્રેરક શાહની વિશેષ ઉપસ્થિતિમાં અર્પણ કર્યા હતાં.

મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાનના દિશાદર્શનમાં જે સર્વાંગી વિકાસ થયો છે તેના પરિણામે અન્ય ઈન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ગુજરાતના સ્ટ્રેટેજિક લોકેશન તરફ આકર્ષિત થઈ છે અને વિકાસનું રોલ મોડલ બનેલું ગુજરાત ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બની રહ્યું છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, એફ.ડી.આઈ. અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ સાથે હવે ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. તેમણે ઉમેર્યુ કે, ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધ્યું છે તેમાં ફિલ્મ અને કલા જગતના સ્ટાર્ટઅપ્સનું પણ મહત્વનું યોગદાન છે.

તેમણે ગુજરાતી ફિલ્મોના બદલાતા કલેવર, માતૃભાષા પ્રત્યે લોકોનો વધતો જતો લગાવ અને ઉત્સાહ તથા સામાજિક વિષયોને સ્પર્શતી ફિલ્મના યુગને પરિણામે ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પણ દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી થઈ છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતીઓ વિશ્વભરમાં જ્યાં પણ વસ્યા છે ત્યાં તે પ્રદેશના થઈને રહ્યા છે અને ગુજરાતી ભાષાને ત્યાં પણ તેમણે જાળવી રાખીને માતૃભાષાનું ગૌરવ કર્યુ છે.

ગુજરાતને આંગણે આ વર્ષે સતત બીજી વાર ફિલ્મ ફેર અવોર્ડનું આયોજન આગામી દિવસોમાં થવાનું છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જે પ્રકારે મનોરંજન માટે પ્લેટફોર્મ્સ વધતા જાય છે તે જોતા આ તો માત્ર શરૂઆત છે આવનારા દિવસોમાં ફિલ્મો અને મનોરંજન ક્ષેત્ર માટે મોટી ક્ષિતિજો ખુલવાની છે.

તેમણે ઉમેર્યુ કે, ઐતિહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને વર્લ્ડ હેરીટેજ સાઈટ રાણકી વાવ જેવા આકર્ષણોને ફિલ્મના માધ્યમથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું પ્લેટફોર્મ ગુજરાતે પુરું પાડ્યું છે. ફિલ્મો ભાષા અને પ્રાંતના સિમાડા વટાવીને દેશના ખૂણે-ખૂણે પહોંચી લોકોના દિલને સ્પર્શે છે અને વડાપ્રધાનશ્રીએ આપેલી એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરે છે.

આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના આહવાનને ફિલ્મ ઉદ્યોગ સારી રીતે પાર પાડી શકે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઈ ગામ કે નાના શહેરમાં થતું ફિલ્મનું શુટીંગ ત્યાંની સ્થાનિક ઘણી બધી નાની-મોટી વસ્તુઓના ખરીદ-વેચાણ દ્વારા વોકલ ફોર લોકલનો ધ્યેય ચરિતાર્થ કરી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપે છે. તેમણે કલા જગત સાથે જોડાયેલા સૌ કલાકાર કસબીઓને તેમના સોશિયલ મિડિયા હેન્ડલ્સ પરથી લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેની અપીલ કરવાની પણ પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીના હસ્તે ઓપરેશન સિંદૂરને સાંકળી લેતી વિષય વસ્તુઓ સાથેના ગરબા પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ગરબામાં પોતાનો સૂર આપનાર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીના તથા માહિતી અને પ્રસારણ વિભાગના અધિક અગ્રસચિવ અવંતિકા સિંઘે સ્વાગત પ્રવચન કરતા ચલચિત્ર પારિતોષિક વિતરણની વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સૌને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું કે વર્ષ ૧૯૩૨માં ફિલ્મ 'નરસિંહ મહેતા'થી શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ મનોરંજક સફર અનેકવિધ ઉતાર ચડાવોથી ભરેલી રહી છે. અનેક આરોહ અવરોહથી ભરેલી નવ દાયકાની આ સફરમાં આ ગુજરાતી સિનેમાએ સંઘર્ષનો સમય પણ જોયો અને સુવર્ણકાળ પણ જોયો છે.

ગુજરાતી પ્રજાની સર્જનાત્મકતા, સાહસ અને ખમીરના કારણે ગુજરાતી સિનેમા ગામડાની સીમથી શરૂ કરીને વિશ્વના મંચ સુધી પહોંચી છે. ફિલ્મો સામાજિક મૂલ્યો, પરંપરાઓ અને સંસ્કૃતિને જનમાનસ સુધી પહોંચાડે છે, એટલે જ ફિલ્મોને સમાજનો અરીસો કહેવાય છે. ગુજરાતી ફિલ્મો થકી આપણી વિરાસત અને વિકાસ વિશ્વ સુધી પહોંચશે એમ તેમણે ઉમેર્યું હતું.

માહિતી નિયામક કિશોર બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ સહિતના માહિતી અધિકારીઓ, સ્થાનિક કાઉન્સિલરઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તથા ગુજરાતી ફિલ્મજગતના જાણીતા નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ સહિત મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande