દિવાળીના તહેવાર નિમિત્તે, ફટાકડા લાયસન્સ મેળવવા અરજી કરવા અંગે વેરાવળ (ગ્રામ્ય/શહેર), તાલાલા, સુત્રાપાડામાંથી અરજીઓ મગાવાઈ
ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સબ ડિવિઝન હેઠળના વેરાવળ (ગ્રામ્ય/શહેર), તાલાલા, સૂત્રાપાડા તાલુકામાંથી આગામી દિવાળીના તહેવાર સબબ હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, કસ્તૂરબા મહિલા મંડળ રોડ, વેર
દિવાળીના તહેવાર નિમિત્તે, ફટાકડા લાયસન્સ મેળવવા અરજી કરવા અંગે વેરાવળ (ગ્રામ્ય/શહેર), તાલાલા, સુત્રાપાડામાંથી અરજીઓ મગાવાઈ


ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સબ ડિવિઝન હેઠળના વેરાવળ (ગ્રામ્ય/શહેર), તાલાલા, સૂત્રાપાડા તાલુકામાંથી આગામી દિવાળીના તહેવાર સબબ હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, કસ્તૂરબા મહિલા મંડળ રોડ, વેરાવળ ખાતે તા.૩૦/૦૯/૨૦૨૫ સુધી કચેરી સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) સવારના ૧૦.૩૦થી સાંજના ૦૬.૧૦ કલાક સુધીમાં કચેરી ખાતે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા ઈચ્છુક અરજદારઓએ નિયત નમૂનાના ફોર્મમાં અરજી કરવાની રહેશે.

ઉપરોક્ત તાલુકાઓમાં ફટાકડા વેચાણ માટેના નક્કી કરવામાં આવેલ સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડા વેચાણ માટે લાયસન્સ આપવામાં આવશે નહીં તેમજ મુદત પસાર થઈ ગયા બાદ એટલે કે તા.૩૦/૦૯/૨૦૨૫ પછી અરજી સ્વીકારવામાં આવશે નહીં એમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande