ગીર સોમનાથ જિલ્લાનાં માનવ વસાહત વિનાનાં ટાપુઓમાં, કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી પર પ્રતિબંધ
ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ-૦૫ ટાપુઓ/રોક(ખડક) આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષ
ગીર સોમનાથ જિલ્લાનાં માનવ વસાહત વિનાનાં ટાપુઓમાં, કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી પર પ્રતિબંધ


ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ-૦૫ ટાપુઓ/રોક(ખડક) આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને‌ જિલ્લાની સુરક્ષા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શહ રાજેશ આલે માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય એવા ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામાં અનુસાર જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર ભેસલા રોક, સરખડી વિસ્તારમાં રોક, સૈયદ રાજપરા રોક, માઢવાડ ભેસલા ટાપુઓ/રોક(ખડક) ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહીં કે ઘૂસણખોરી કરવા તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવુ કોઈ કૃત્ય કરવાં પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે.

આ જાહેરનામુ તા.૨૩/૦૯/૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાયસંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande