ગીર-સોમનાથ જિલ્લાના, વેરાવળ ઘટક-૧ દ્વારા પોષણ માસની ઉજવણી થઈ
ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન સ્વરૂપે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત વેરાવળઆઇ.સી.ડી.એસ વ
પોષણ માસની ઉજવણી


ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન સ્વરૂપે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે.

જે અંતર્ગત વેરાવળઆઇ.સી.ડી.એસ વિભાગ તથા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી પૂર્ણા કિશોરીઓની હિમોગ્લોબિન તથા બી.એમ.આઇ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમને સ્વાસ્થ અને ખોરાક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આધુનિક સમયમાં જંકફૂડ અને વધુ પડતા તળેલા ખોરાકથી દૂર રહેવાની આપીલ કરી અને ઘરે જ પૌષ્ટિક આહાર દ્વારા પોષણ મેળવવા માર્ગદર્શન અપાયું હતું. તજજ્ઞો દ્વારા પૌષ્ટિક આહાર થકી દર માસે વજન અને ઉંચાઈની તપાસ, આર્યન ફોલીક ગોળીઓ લેવી વગેરે સમજણ આપવામાં આવી હતી.

આમ, આ કાર્યક્રમ થકી કિશોરીઓમાં જાગૃતિ લાવવા વર્કર બહેનો તથા સુપરવાઇઝર બહેનો સાથે આરોગ્યનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande