ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉના તાલુકા કેસરિયા ગામે સરકારી સર્વે નંબર ૧૬૧ પૈકીની જમીનમાંથી અલગ અલગ ૩ દબાણદારો દ્વારા જમીન પર સેનેટરી બ્લોક તથા બાઉન્ડ્રી વોલ બનાવી પેશકદમી કરી દબાણ કરવામાં આવી હતી.
ગત રોજ દબાણરોને પેશકદમી દૂર કરવા સમજૂત કરતાં દબાણદારો દ્વારા સ્વેચ્છાએ અને સ્વ-ખર્ચે દબાણો દૂર કર્યા હતાં. જેની બજાર કિંમત આશરે રૂ. ૭.૫ લાખ થવા જાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ