ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉના તાલુકા મોઠા ગામે સરકારી સર્વે નંબર ૧૨૮ પૈકીની જમીનમાંથી અલગ અલગ દબાણદારો દ્વારા જમીનનું દબાણ કરવામાં આવ્યું હતું.
તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે કુલ ૩ હેક્ટર જેટલી જમીનમાં ખેતીલાયક કબ્જા તથા ખેતી ઉપયોગ હેતુના ઢાળીયા વગેરે પ્રકારના કુલ-૮ દબાણદારોના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જેની બજાર કિંમત આશરે રૂ.૧૮ લાખ થવા જાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ