ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ જીલ્લાના ડારી મુકામે મર્હુમ ઈબ્રાહીમ મહમદઆકાણી કે જેઓ તાલુકા ના સદસ્ય હોય અને તેઓના નિધન બાદ તેમના પરીવાર દ્વારા તેમને શ્રદ્ધાંજલી અર્પવા ડારી ગ્રામ પંચાયતના સરપંચ ફારૂક આકાણી ના માર્ગદર્શન હેઠળ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના સહયોગથી મહાબલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે હાડકા અને આંખો તથા જનરલ ફિઝિશિયન નો કેમ્પ પણ રાખેલ હતો.
જેમાં મહારક્ત દાન કેમ્પ માં 50 થી વધુ લોકોએ રક્તદાન કરે તે રક્ત બાળકોના લાભાર્થે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ ચેરમેન અતુલ કાનાબાર, સેક્રેટરી ગિરીશ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી અનિષ રાચ્છ, કારોબારી રાજેશપટેલ, વિમલભાઈ ગજ્જર સહિત લેબ ટેક્નિશન સ્ટાફને ને અર્પણ કરેલ. ત્યારે પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, ભા.જ.પ. લઘુમતી મોરચો પ્રમુખ મહમદ તવાણી, આગરીયા સમાજ ના પટેલ ઈસ્માઈઘરડેરા, માજી સરપંચ જમાલ સુલેમાન ઘરડેરા, અસ્લમ વલી ઘરડેરા, ગનીમુસાણી, ઈબુ આકાણી, આમદ હસન પીરા, ઈસ્માઈલ મમદ પીરા, મહમદ ઇબ્રાહિમ આકાણી, રજાક ભાજપ, વલી આમદ ગની, આલારખા કાતરીયા સહિતના આગેવાનોની સ્થિતિ રહેલ સાથે સાથે વેરાવળ ના યુનિક અર્થો એન્ડ આઈ કેર માંથી ડૉ. ઇમરાન વાજા અને ડૉ. જુવેરીયાબેન વાજા તથા જનરલ ફિઝિશિયન ડૉ. રાજ ત્રિવેદી એ પોતાની નિ: શુલ્ક સેવા આપેલ તેમાં ડારી ગામના 250 થી વધુ લોકોએપોતાનું નિદાન કરાવી નિઃશુલ્ક સારવાર કરાવી. તેમાં સમગ્ર આરોગ્ય ક્ષેત્રે સેવા આપતા ડૉ. હનીફ ઘરડેરા એ યાદી જણાવી, જેમાં આ આયોજનને સફળ બનાવવા હારૂન સાહેબ તથા સોયબ, અહેમદ એન્જિનિયર, હનીફભાઈ એડવોકેટ, હુસેન એડવોકેટ, મ.હનીફ જેહમત ઉઠાવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ