જગદલપુર, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં સોમવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે વર્દીધારી નક્સલીઓને ઠાર કર્યા. અત્યાર સુધીમાં બે નક્સલીઓના મૃતદેહ હથિયારો સાથે મળી આવ્યા છે.
સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી એક એકે-47 અને અન્ય હથિયારો, મોટી માત્રામાં વિસ્ફોટકો, નક્સલી સાહિત્ય, પ્રચાર સામગ્રી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ જપ્ત કરી છે.
બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજી) સુંદરરાજ પી. એ પુષ્ટિ આપી છે કે, મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર નારાયણપુર જિલ્લાના અબુઝમાડ માં નક્સલીઓની હાજરી અંગેની માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં એન્કાઉન્ટર સ્થળેથી બે પુરુષ નક્સલીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. માર્યા ગયેલા બે નક્સલી કેડરના મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
તેમણે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે-47 રાઇફલ અને અન્ય હથિયારો, મોટી માત્રામાં વિસ્ફોટકો, નક્સલી સાહિત્ય, પ્રચાર સામગ્રી અને દૈનિક ઉપયોગની વસ્તુઓ મળી આવી છે. શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે. કામગીરી પૂર્ણ થયા પછી વિગતવાર અહેવાલ અલગથી જાહેર કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / કેશવ કેદારનાથ શર્મા / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ