પારેવા વીર દાદાની પલ્લીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નજીક આવેલ મહેમદપુર ગામના પારેવા વીર દાદાના મંદિર ખાતે આસો સુદ પાંચમના પવિત્ર દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી. મહેમદપુર ગામથી કાનજીભાઈ પટેલના નિવાસસ્થાનેથી પારેવા વીર દાદાની પલ્લી ઢોલ-નગારાં અને મશાલ સાથે ગામમાં ફરાવી મં
પારેવા વીર દાદાની પલ્લીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી


પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નજીક આવેલ મહેમદપુર ગામના પારેવા વીર દાદાના મંદિર ખાતે આસો સુદ પાંચમના પવિત્ર દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી. મહેમદપુર ગામથી કાનજીભાઈ પટેલના નિવાસસ્થાનેથી પારેવા વીર દાદાની પલ્લી ઢોલ-નગારાં અને મશાલ સાથે ગામમાં ફરાવી મંદિર પરિસર ખાતે મહામાન સાથે લાવવામાં આવે છે. આ પલ્લી દર્શન માટે વડોદરા, સુરત, મુંબઈ અને આસપાસના અનેક શહેરોમાંથી ભક્તો ઉમટી પડે છે અને દાદાના દર્શન કરી પોતાને ધન્ય અનુભવે છે.

આસો સુદ નવરાત્રીના પાંચમ દિવસે વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. ઘણા ભક્તો નવરાત્રિમાં નકોડા ઉપવાસ રાખે છે અને પાંચમના દિવસે પારેવા વીર દાદાના મંદિરે આવી ઉપવાસનો પારણા કરે છે. સવારથી જ મંદિર પરિસરે ભક્તોની ભીડ જોવા મળે છે. પલ્લીનું દર્શન અને તેનો નજારો અનોખો અને ભાવસભર હોય છે.

વર્ષોથી મહેમદપુરના ગ્રામજનો કરવઠા સ્વરૂપે પલ્લી ભરી દાદાના દ્વારે ખંડ અર્પણ કરે છે. પારેવા વીર દાદા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. પૂજારી પ્રભાશંકર ભક્તોને દાદાની પાદુકા માથે મૂકી આશીર્વાદ આપે છે, જેથી ભક્તો આત્મિક શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande