અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ગરબા મહોત્સવમાં ભક્તિ બાપુનું સન્માન કર્યું
અમરેલી, 27 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન માનવસેવામાં નોંધપાત્ર યોગદાન આપનાર માનવ મંદિરના મહંત ભક્તિ બાપુનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ભાવનગર રેન્જના આઈ.જી. ગૌતમ પરમાર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ગરબા મહોત્સવમાં ભક્તિ બાપુનું સન્માન કર્યું.


અમરેલી, 27 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન માનવસેવામાં નોંધપાત્ર યોગદાન આપનાર માનવ મંદિરના મહંત ભક્તિ બાપુનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ભાવનગર રેન્જના આઈ.જી. ગૌતમ પરમાર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

આ અવસર પર આઈ.જી. પરમારએ ભક્તિ બાપુને પ્રમાણપત્ર અર્પણ કરી તથા સાલ ઓઢાડી સન્માનિત કર્યા. તેમણે ભક્તિ બાપુના માનવસેવા ક્ષેત્રે કરેલા કાર્યની સરાહના કરતાં જણાવ્યું કે સમાજના નબળા વર્ગો માટે ભક્તિ બાપુની સેવા સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે.

ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભક્તિ બાપુને મળેલ આ સન્માનથી સૌએ આનંદ અનુભવો. ભક્તિ બાપુએ આ અવસર પર પોલીસ વિભાગ તથા સમાજજનોનો આભાર વ્યક્ત કરી કહ્યું કે “માનવસેવા એજ સાચી ઉપાસના છે.”

અમરેલી પોલીસ દ્વારા યોજાયેલ આ સન્માન સમારોહ માત્ર ભક્તિ બાપુ માટે નહિ પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande