અગીચાણા ગામના ખેડૂત સાથે 3 વર્ષ સુધી 3 લાખ રૂપિયાની લોનમાં છેતરપિંડી
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) રાધનપુર તાલુકાના અગીચાણા ગામના ખેડૂત શંકરભાઈ ડુંગરભાઈ આયરની જમીન સર્વે નં. 47ના આધારે, તેમની જાણ બહાર ત્રણ વર્ષ સુધી ખોટી રીતથી લોન લઈ છેતરપિંડી કરવામાં આવી હતી. શંકરભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, અગીચાણા સેવા સહક
અગીચાણા ગામના ખેડૂત સાથે 3 વર્ષ સુધી 3 લાખ રૂપિયાની લોનમાં છેતરપિંડી


પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) રાધનપુર તાલુકાના અગીચાણા ગામના ખેડૂત શંકરભાઈ ડુંગરભાઈ આયરની જમીન સર્વે નં. 47ના આધારે, તેમની જાણ બહાર ત્રણ વર્ષ સુધી ખોટી રીતથી લોન લઈ છેતરપિંડી કરવામાં આવી હતી. શંકરભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, અગીચાણા સેવા સહકારી મંડળીના મંત્રી જહાભાઈ રબારી અને બનાસ બેન્ક પેદાશપુરા શાખાના તત્કાલીન મેનેજર દશરથભાઈ ઠાકોરે તેમની જમીન પર ત્રણ વખત પાક ધિરાણ લોન મેળવી હતી.

આ સમગ્ર છેતરપિંડી વર્ષ 2020થી 2022 દરમિયાન khoti સહીઓ, ખોટા દસ્તાવેજો, માંગણાં પત્રક અને ચેકના આધારે કરાઈ હતી. આરોપીઓએ શંકરભાઈના નામે ખોટું બેન્ક એકાઉન્ટ ખોલાવીને 3-3 લાખ રૂપિયાની લોન લીધી હતી અને થોડા સમય બાદ લોનની ભરપાઈ પણ કરી હતી. સમગ્ર રકમ મંડળીના મંત્રી જહાભાઈ રબારીએ ઉપાડી હતી અને પોતાના રીતે બેન્કમાં જમા પણ કરી હતી.

જુલાઈ 2022માં, શંકરભાઈને લોન બાબતે જાણ થતાં તેઓ પેદાશપુરા શાખાના મેનેજરનો સંપર્ક કર્યો, ત્યારબાદ સમગ્ર છેતરપિંડી બહાર આવી. આરોપીઓએ વ્યાજમુક્ત લોનના નાટક હેઠળ ખેતર માલિક શંકરભાઈના દસ્તાવેજો પર ખોટી રીતે સહીઓ કરાવી હતી. ખેડૂતની ભૂમિ અને ઓળખનો દુરૂપયોગ કરી આર્થિક ફાયદો મેળવવામાં આવ્યો હોવા અંગે હવે પોલીસ તપાસ આગળ ધપાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande