સોમનાથ,27 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ કોડીનાર નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૫” અંતર્ગત વિવિધ થીમ આધારિત સફાઈ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથ સ્વચ્છતા’ થીમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમન વાજા સહિત જનપ્રતિનિધિઓએ શ્રમદાન કર્યું હતું.
ધારાસભ્ય પદાધિકારીઓ અને અધિકારીઓએ શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ તથા આસપાસના વિસ્તારમાં સફાઇ થકી શ્રમદાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી હતી.આ ઉપરાંત ‘એક દિવસ, એક કલાક, એક સાથ સ્વચ્છતા’ થીમ આધારિત સફાઈ સાથે જ ‘સ્વચ્છોત્સવ’ના ભાગરૂપે સફાઇ મિત્ર સુરક્ષા અન્વયે સફાઇ કર્મચારીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.નગરપાલિકા દ્વારા મેડિકલ કેમ્પ, સફાઇ કર્મચારીઓને પી.પી.ઈ. કીટનું વિતરણ કરાયું હતું તો, બેન્ક દ્વારા સફાઇ કર્મચારીઓને બેન્કની યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ