સોમનાથ 27 સપ્ટેમ્બર (હિ.સ.) સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત થીમ આધારિત સફાઈ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ ઉપક્રમે વેરાવળ અને સૂત્રાપાડા ખાતે સફાઈ કર્મચારીઓને સેફ્ટી કીટનું વિતરણ કરાયું હતું અને આરોગ્ય કેમ્પમાં તજજ્ઞો દ્વારા શ્રમયોગીઓને સ્વાસ્થ્યલક્ષી માર્ગદર્શન અપાયું હતું.
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત વેરાવળ અને સૂત્રાપાડા ખાતે સફાઈ વોરિયર્સને સેનિટેશન અને સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવી હતી અને “આરોગ્ય કેમ્પ” યોજાયો હતો.સૂત્રાપાડા ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસે “એક દિવસ,એક કલાક, એક સાથે સ્વચ્છતા”ના સૂત્રને ચરિતાર્થ કરી ચોપાટી ખાતે સામૂહિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વેરાવળ ખાતેના કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની ચીફ ઓફિસર દેવીબહેન ચાવડા, નગરપાલિકાના કર્મચારીઓ અને સૂત્રાપાડા ખાતેના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જશા બારડ, નગરપાલિકા પ્રમુખ મનહરસિંહ બારડ, ઉપપ્રમુખ નરેશ કામળીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિક વૈંશ, સેનિટેશન ઈન્સ્પેક્ટર હરદીપ સિંહ ખેર, કૈલાશભાઇ રામ સહિતના જનપ્રતિનિધિઓ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ, આંગણવાડી અને સખીમંડળોની બહેનો તેમજ શહેરના આગેવાનો સહભાગી બન્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ