સોમનાથ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ‘એક દિવસ, એક કલાક’ સૂત્ર સાથે વેરાવળમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
સોમનાથ 27 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ ‘સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૫ અંતર્ગત પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ‘એક દિવસ, એક કલાક’ સૂત્ર સાથે વેરાવળ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સ્વચ્છતા અભિયાનની સાથે જ પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જનપ્રતિન
‘એક દિવસ, એક કલાક’ સૂત્ર સાથે વેરાવળમાં


સોમનાથ 27 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ ‘સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૫ અંતર્ગત પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ‘એક દિવસ, એક કલાક’ સૂત્ર સાથે વેરાવળ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સ્વચ્છતા અભિયાનની સાથે જ પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જનપ્રતિનિધિઓ સહિત કર્મચારીઓ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં સહભાગી થયાં હતાં.

રેલવે સ્ટેશનથી રામભરોસા સુધીના ગૌરવપથ પર યોજાયેલા આ ‘સ્વચ્છોત્સવ’ માં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની સહિતના જનપ્રતિનિધિઓ અને સંજયભાઈ પરમાર સહિતના અગ્રણીઓ સહભાગી બન્યાં હતાં.

સાંસદએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ સ્વેચ્છાએ થતી પ્રવૃત્તિ છે. પોતાનું ઘર, પોતાની શેરી, મહોલ્લો અને સમગ્ર ગામને સ્વચ્છ રાખવું એ આપણા તમામની નૈતિક જવાબદારી છે. સફાઈ એ માત્ર શ્રમયોગીઓનું કામ નથી પણ તમામ નાગરિકોનો સહિયારો પ્રયાસ છે. ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર સુધી ઉજવાઈ રહેલા આ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તાર શ્રમદાન થકી સુઘડ બની રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ૨૦૪૭ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને દેશ સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે, જિલ્લાના તમામ નાગરિકો આ અભિયાનમાં સહભાગી બને અને રોજિંદા શ્રમદાન થકી ‘સ્વચ્છ પરિસરથી સ્વચ્છ તાલુકો’ અને ‘સ્વચ્છ તાલુકોથી સ્વચ્છ જિલ્લો’ની વિભાવના સાકાર કરવા સાંસદએ ઉપસ્થિત સર્વેને આહ્વાન કર્યું હતું.

ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ પોતાના આચરણમાં જ એવી રીતે વણી લેવી જોઈએ કે એ રોજિંદી ટેવ બની જાય. દરેક નાગરિક આ અભિયાનમાં જોડાઈને જવાબદારી સમજી અને પોતાનું ઘર, ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ. આમ કહી તેમણે પોતીકી ટેવ થકી જ સ્વચ્છતા એ જનઆંદોલનનું માધ્યમ બનવું જોઈએ એવી અપીલ કરી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીએ હંમેશા સાદગી અને સ્વચ્છતાને જીવનમાં અપનાવી હતી. જેને યાદ કરતાં આજના દિવસે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છોત્સવ” રૂપે વિશેષ ઉજવણી થઈ રહી છે. આ અભિયાનનો મુખ્ય સંદેશ “એક દિવસ–એક કલાક–એક સાથે” ને અમલમાં મૂકી સફાઈ કરવાનો છે. એમ કહી તેમણે કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી.

રેલવે સ્ટેશનથી રામભરોસા સુધીના ગૌરવપથ પર સાંસદ ધારાસભ્યશ્

સહિત જનપ્રતિનિધિઓએ સાવરણાં વડે કચરો વાળ્યો હતો અને નકામું પ્લાસ્ટિક, થર્મોકોલ, કાપડના ટૂકડાં, કાચની નકામી બોટલો, વાયરના ગુંચળાઓ, વેફરના પડીકા સહિતનો ભીનો કચરો અને સૂકો કચરો એકઠો કર્યો હતો. આ એકઠા થયેલા કચરાનો નગરપાલિકા દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.

આ સફાઈ અભિયાનમાં જનપ્રતિનિધિઓ સહિત ઈન્ચાર્જ કલેક્ટર સ્નેહલ ભાપકર, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ અને અજય શામળા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામીબહેન વાજા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યઓ, જયદેવ જાની, અરવિંદ રાણિંગા સહિતના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સહિત નાગરિકો સહભાગી થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ‘એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છતા’ અંતર્ગત વેરાવળ સહિત સૂત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉના, ગીરગઢડામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં જનપ્રતિનિધિઓની આગેવાનીમાં અને મહત્તમ લોકભાગીદારી હેઠળ 'એક દિન, એક કલાક' સૂત્ર સાથે સ્વચ્છતા અભિયાન વેગવંતુ બને

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande