મહેસાણા જિલ્લામાં ICDS પોષણ સંગમ વર્કશોપ : “જતન” કાર્યક્રમનો પ્રારંભ
મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આજે ICDS પોષણ સંગમ વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય WCD સેક્રેટરી રાકેશ શંકર તથા માનનીય કમિશ્નર શ્રીરણજીતકુમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી (D
મહેસાણા જિલ્લામાં ICDS પોષણ સંગમ વર્કશોપ : “જતન” કાર્યક્રમનો પ્રારંભ


મહેસાણા જિલ્લામાં ICDS પોષણ સંગમ વર્કશોપ : “જતન” કાર્યક્રમનો પ્રારંભ


મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આજે ICDS પોષણ સંગમ વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય WCD સેક્રેટરી રાકેશ શંકર તથા માનનીય કમિશ્નર શ્રીરણજીતકુમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) બે “સુપોષિત ગુજરાત” અભિયાન અંતર્ગત ICDS અને હેલ્થ વિભાગના સહિયારા પ્રયાસ રૂપે હાથ ધરવામાં આવેલા નવી પહેલ “જતન” કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી.

“જતન” કાર્યક્રમ ખાસ કરીને NRC (Nutrition Rehabilitation Centre) લેવલના કુપોષિત બાળકો માટે રચાયેલ છે. સામાન્ય રીતે કુપોષણગ્રસ્ત બાળકોને સારવાર માટે NRCમાં દાખલ કરવામાં આવે છે, પરંતુ “જતન” કાર્યક્રમના માધ્યમથી હવે ઘરઆંગણે જ NRC લેવલનું મેનેજમેન્ટ શક્ય બનશે. આ અભિગમથી માતા-પિતા તથા પરિવારજનોને બાળકોની સંભાળ અને પોષણ બાબતે તાલીમ આપવામાં આવશે જેથી તેઓ પોતાના ઘરે જ યોગ્ય પદ્ધતિથી બાળકને પોષણ આપી તેની તંદુરસ્તી સુધારી શકે.

DDO વર્કશોપ દરમિયાન જણાવ્યું કે આ પહેલથી NRC પર ભાર ઓછો થશે અને બાળકોને તેમના કુટુંબના માહોલમાં રહીને પોષણ ઉપલબ્ધ કરાવવું સરળ બનશે. સાથે સાથે ICDS અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ નિયમિત મોનીટરીંગ કરશે જેથી બાળકોની આરોગ્યપ્રગતિ પર નજર રાખી શકાય.

વર્કશોપમાં જિલ્લા સ્તરના અધિકારીઓ, ICDS સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકર, આશા કાર્યકર તથા હેલ્થ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા.

કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે “જતન” કાર્યક્રમ મહેસાણા જિલ્લામાં કુપોષણ દૂર કરવા માટે એક માઇલસ્ટોન સાબિત થશે અને “સુપોષિત ગુજરાત”ના સપનાને સાકાર બનાવવા માટે મોટું યોગદાન આપશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande