મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા શહેરના વિકાસને વધુ ગતિ આપવા અને શહેરી સુવિધાઓ વધુ વ્યાપક બનાવવા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. સરકારના તાજેતરના નિર્ણય અનુસાર મહેસાણા કોર્પોરેશનમાં વધુ ૧૦ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પગલાંથી શહેરનો વિસ્તાર ભૌગોલિક અને વસ્તી બંને રીતે નોંધપાત્ર રીતે વધી ગયો છે.
નવા ગામોના સમાવેશથી આ વિસ્તારોમાં પાણી, રસ્તા, વીજળી, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ જેવી શહેરી સુવિધાઓ વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ થઈ શકશે. સાથે જ નગર વિકાસના આધુનિક પ્રોજેક્ટ્સ, ડ્રેનેજ સિસ્ટમ, ગટર લાઇન તથા અન્ય સુવિધાઓનો લાભ આ ગામોના નાગરિકોને મળશે.
મહેસાણા શહેર અત્યાર સુધી જિલ્લાનું વેપાર, શિક્ષણ અને ઔદ્યોગિક કેન્દ્ર ગણાતું આવ્યું છે. કોર્પોરેશન વિસ્તાર વધતા હવે શહેરનો વિકાસ વધુ ઝડપી બનશે અને આવનારા સમયમાં મહેસાણા એક મોડેલ સ્માર્ટ સિટી તરીકે વિકસે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક આગેવાનો અને નાગરિકોમાં આ નિર્ણય અંગે સંતોષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR