મહેસાણા અર્બન કો. ઓ. બેંક ફ્રોડ મામલો : પૂર્વ CEO વિનોદ પટેલની CID ક્રાઈમ દ્વારા ધરપકડ
મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા અર્બન કો.ઓ.બેંક લિમિટેડના ફ્રોડ કેસમાં આજે એક મોટો વિકાસ થયો છે. બેંકના પૂર્વ સીઈઓ વિનોદ પટેલની ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના
મહેસાણા અર્બન કો. ઓ. બેંક ફ્રોડ મામલો : પૂર્વ CEO વિનોદ પટેલની CID ક્રાઈમ દ્વારા ધરપકડ


મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા અર્બન કો.ઓ.બેંક લિમિટેડના ફ્રોડ કેસમાં આજે એક મોટો વિકાસ થયો છે. બેંકના પૂર્વ સીઈઓ વિનોદ પટેલની ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના કારણે જિલ્લામાં બેંકિંગ ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી અનુસાર, ગાંધીધામ સ્થિત અર્બન બેંકની બ્રાન્ચમાં કરોડો રૂપિયાનું ફ્રોડ થયાની ફરિયાદો સામે આવી હતી. આ મામલે બેંકના ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અનેક બિનિયમિતતાઓ બહાર આવતા સીઆઇડી ક્રાઈમે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બેંકના પૂર્વ સીઈઓ વિનોદ પટેલે પોતાના પદનો દુરુપયોગ કરી ગેરકાયદે રીતે લોન મંજુર કરવી, દસ્તાવેજોમાં ગોટાળો કરવો તથા અનેક શંકાસ્પદ લેવડદેવડને મંજૂરી આપવી જેવા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ કારણે બેંકને કરોડોનું નુકસાન થયું હતું.

સીઆઇડી ક્રાઈમની ટીમે અનેક મહિનાથી પુરાવા એકત્ર કર્યા બાદ આજે વિનોદ પટેલને સત્તાવાર રીતે કસ્ટડીમાં લીધો છે. હાલમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુ તપાસમાં અન્ય અધિકારીઓ અથવા સંકળાયેલા લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા છે.

આ ઘટનાએ માત્ર મહેસાણા અર્બન કો.ઓ.બેંક જ નહીં પરંતુ સમગ્ર સહકારી બેંકિંગ ક્ષેત્રમાં સવાલો ઊભા કર્યા છે. સામાન્ય જમા કરાવનારાઓના વિશ્વાસને ઠેસ પહોંચાડનાર આ મામલો ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યો છે.

વિશેષ એ છે કે, આ કેસમાં ધરપકડનો દોર હવે આગળ વધશે અને કરોડોના ફ્રોડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી થશે, એવો વિશ્વાસ સીઆઇડી ક્રાઈમ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande