વિસનગર સિવિલ હોસ્પિટલમાંથી સારવાર દરમ્યાન આરોપી ફરાર
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): વિસનગરમાં આજે સુરક્ષાને પડકારરૂપ ઘટના સામે આવી છે. સબજેલમાં બંધ એક આરોપી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, દરમિયાન તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો. મળતી માહિતી મુજબ, વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધા
વિસનગર સિવિલ હોસ્પિટલમાંથી સારવાર દરમ્યાન આરોપી ફરાર


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): વિસનગરમાં આજે સુરક્ષાને પડકારરૂપ ઘટના સામે આવી છે. સબજેલમાં બંધ એક આરોપી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, દરમિયાન તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો. મળતી માહિતી મુજબ, વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં કેદ રહેલો આરોપી ચાવડા વિશાલસિંહ કિરીટસિંહ (ઉંમર 23, રહે. કડા ગામ, તા. વિસનગર) સારવારના બહાને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

સારવાર દરમ્યાન અચાનક તકનો ફાયદો ઉઠાવી આરોપી પોલીસને ચકમો આપીને હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો. ઘટના બાદ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે તાત્કાલિક ટીમો રવાના કરી છે અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે.

વિસનગર પોલીસએ જણાવ્યું કે ફરાર આરોપીને ઝડપવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. સાથે જ હોસ્પિટલ તથા જેલ સુરક્ષાની વ્યવસ્થાઓની પણ સમીક્ષા શરૂ કરવામાં આવી છે.

આ બનાવથી સુરક્ષા તંત્રની બેદરકારી સામે આવી છે. હાલ આરોપીની શોધખોળ જોરશોરથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેને ઝડપી લેવાશે એવી પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande